જામનગરમાં વેતન સહિતના પ્રશ્ર્ને આંગણવાડી કર્મચારીઓના ધરણાં

કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી
જામનગર તા,11
જામનગર શહેરમાં ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ (બી.એમ.એસ.) ના નેજા હેઠળ આંગણ વાડી મહિલા કર્મચારીઓ દ્વારા આજે પોતાની જુદી જુદી માંગણીઓ સાથે ધરણા કરવામાં આવ્યા હતા આંગણવાડી કર્મચારી મહિલાઓને વેતનનો નિયમીત ચુકવણું કરવામાં આવે અને નાસ્તાની રકમ સરકારશ્રીના આદેશ મુજબ એક મહિના એડવાન્સ ચુકવવામાં આવે અને તેની અમલવારી કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે ઉપરાંત અંતર્યાળ અને કઠીન ક્ષેત્રમાં કામ કરતી ડીફીકલટી એલાઉન્સ ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત મહાનગપારલિકા હસ્તકની કાર્યકરને સીનીયોરીટીના ધોરણે પ્રમોશન મળે અને આંગણવાડીની પ્રવૃતિ સિવાય અન્ય કોઇ કામગીરી કરાવવામાં ન આવે નંદઘરોમાં પાણી લાઇટ જેવી સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવે અને ગુજરાતની અન્ય મહાપાલિકાઓમાં બહારની એજન્સીઓ દ્વારા નાસ્તો તૈયાર કરીને આંગળવાડી કેન્દ્ર સુધી પહોંચાડાય છે તેવી રીતે જામનગર મહાનગરપાલિકાની અમલવારી કરવામાં આવે તેવી જુદી જુદી 11 માંગણીઓ કરવામાં આવી છે. અને જિલ્લા કલેકટર સમક્ષ આવેદન પત્ર પાઠવી વિસ્તૃત રજુઆત કરાઇ છે. સમગ્ર કાર્યક્રમના લાઇવ પ્રસારણ માટે વી.કે.સ્ટુડીયો વાળા શ્રી વી.કે.જાડેજા જહેમત લઇ રહ્યા છે.