જામનગરમાંથી કુખ્યાત તસ્કર ટોળકી ઝડપાઈ


જામનગર તા,11
જામનગર અને રાજકોટ સહિત જુદા જુદા વિસ્તારોમાં દુકાનોના શટર ઉચકાવતી ગેંગને પકડી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા સાંપડી છે અને મુળ મધ્ય પ્રદેશની એક તશ્કર ત્રિપુટીને પકડી પાડી છે. જેઓ પાસેથી રોકડ રકમ અને ચોરાઉ મનાતા મોબાઇલ ફોન વગેરે કબજે કર્યા છે ઉપરોકત ત્રિપુટીએ અન્ય સાગરીતોની સાથે મળીને આજથી છ માસ પહેલા ધ્રોલમાં સાત અને રાજકોટમાં બે દુકાનોને નિશાન બનાવી હોવાની કબુલાત આપી છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતિપર ગામના વત્ની વિશાલભાઇ રામાણી ઉપરાંત કિષ્ના મોબાઇલ વાળા હમીરભાઇ બાલાજી એગ્રો વાળા લલીતભાઇ આણદાણી જયારે ઇલેકટ્રીક એન્ડ આરો સીસ્ટમની દુકાનના સંચાલક નરેશભાઇ, આર.કે. ફાસ્ટ ફુડ ઉપરાંત ખોડકલ ઓટો ગેરેજ અને સર્વિસ પોઇન્ટ નામની જુદી જુદી સાત દુકાનો કે જે ધ્રોલ રાજકોટ હાઇવે પર આવેલી છે જે દુકાનોમાં ગત તારીખ 27 જાન્યુઆરી 2018ના રાત્રિના ચોરી થઇ હતી તમામ દુકાનોના શટર ઉચકાવી અંદર થી 1 લાખ 18 હજાર રોકડ અને 10 નંગ મોબાઇલ ફોન વગેરે માલમતાની
ચોરી થઇ હતી.
જે ચોરી અંગે ચોકકસ ગેંગ કામ કરતી હોવાનું અનુમાન લગાવી જામનગરની લોકલ ક્રાઇમબ્રાન્ચે તપાસનો દોર મુળ મધ્યપ્રદેશના જામવા જિલ્લાના માછલીજર ગામ સુધી લંબાવ્યો હતો જયાંના વત્ની અને હાલ લાલપુર તાલુકાના આરબલુસમાં રહેતા હાબુ ઉર્ફે બાબુ ફાયલા આદિવાસી, અલીરાજ પુરના પનરી ગામના વત્ની અને હાલ જોડીયાના જશાપરમાં રહેતા અલોપસિંગ જ્ઞાનસિંગ આદિવાસી અને જાંબલી ગામના વત્ની અને હાલ જશાપર ગામમાં રહેતા દિનેશ ચનાભાઇ આદિવાસીને પોલીસે ઝડપી લીધા હતા અને તેઓની તલાસી લેતા ત્રણેય પાસેથી રોકડ રકમ અને આઠ નંગ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
તશ્કર ત્રિપુટીની પુછપરછ દરમીયાન તેઓએ ધ્રોલની સાત દુકાનોમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી સાથો સાથ રાજકોટમાં પણ બે દુકાનને નિશાન બનાવી હાથફેરોકર્યાનું કબુલ્યું હતું. રાજકોટની મહુવા માસુમ સ્કૂલની બાજુમાં આવેલી બે કરીયાણાની દુકાનના શટર ઉચકાવી દુકાનમાંથી મોબાઇલ ફોન તેમજ રોકડ રકમની ચોરી કર્યાની કબુલાત આપી છે. જેમાં તેની સાથે મુળ અલીરાજ પુરનો ભાયો ઉર્ફે દિલીપ માવાળા આદિવાસી પણ સામેલ હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે. રાજકોટ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે.
નાસતો ફરતો આરોપી ઝડપાયો
રાજકોટના ભકિતનગર પોલીસ સ્ટેશનના 406, 420 અને 114ની કલમ હેઠળના 10 વર્ષ જુના છેતરપિંડીના ગુન્હામાં નાશતો ફરતો આરોપી હંશરાજ ઉર્ફે લાલીયો મોહનભાઇ પટેલ કે જે એક પગે વિકલાંગ છે જે આરોેપી જામનગર આવીને સંતાયો છે તેવી બાતમી જામનગરની પેરોલ ફર્લો સ્કોડને મળતા આજે સવારે રણજીત સાગર રોડપરથી ઉપરોકત આરોપીને ઝડપી લીધો હતો અને રાજકોટ પોલીસને જાણ કરી દઇ તેનો કબજો સોંપી દીધો છે.