ભારતથી અલગ થઇ વધુ એક મુસ્લિમ દેશ બનાવવા માંગ!

  • ભારતથી અલગ થઇ વધુ એક  મુસ્લિમ દેશ બનાવવા માંગ!

શ્રીનગર તા.11
દેશના દરેક જીલ્લામાં મુસ્લીમો માટે અલાયદી શરીયા કોર્ટ શરૂ કરવા માટેના ઓલ ઇન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડના નિર્ણયથી રાજકીય મોરચે ધમાસાણ મચી ગયું છે ત્યારે જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી ગ્રાન્ડ મુફતી નાસીર ઉલ ઇસ્લામે અત્યંત ચોકાવનારુ નિવેદન આપ્યું છે.
જમ્મુ કાશ્મીર શરિયા કોર્ટના ઉપાધ્યક્ષ નાસિરનું કહેવું છે કે જો ભાજપને શરિયા કોર્ટથી સમસ્યા છે તો મુસ્લીમોને એકલા છોડી દેવા જોઇએ. ભારતમાં ર0 કરોડ મુસ્લીમ વસ્તી છે.
જેમને ધાર્મિક રીતિરીવાજોનું પાલન કરવાથી રોકી શકાય નહીં. જો અમને ધાર્મિક આઝાદીથી રોકવામાં આવ્યા તો ભારતના મુસ્લીમોએ 1947 ની જેમ દેશના ભાગલા માટે વિચારવું જોઇએ.
તો બીજી બાજુ મુસ્લીમ સમાજ સાથે સંકળાયેલ ઓલ ઇન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડ દેશભરમાં દરેક જીલ્લામાં મુસ્લીમ સમાજ માટે શરીયત કોર્ટ ખોલવા જઇ રહ્યું છે. ઇસ્લામીક કાયદા અનુસાર આ કોર્ટ ચલાવવામાં આવશે. આગામી 1પ મી જુલાઇએ બોર્ડની બેઠકમાં આવી કોર્ટો શરૂ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવશે.
ઓલ ઇન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડ સાથે સંકળાયેલા ઝફર્યાઝ ઝીલાનીએ જણાવ્યું હતું કે હાલ આવી 40 જેટલી શરીયત કોર્ટ ઉતર પ્રદેશમાં છે અને આગામી દિવસોમાં આખા દેશમાં આવી કોર્ટો શરૂ કરવાનું આયોજન છે. દેશના દરેક જિલ્લામાં મુસ્લિમો માટે અલગ શરિયા કોર્ટ શરૂ કરાશે: લો બોર્ડ