બેલેન્સ કાતરું ફોનથી સાવધાન!

મુંબઇ તા.11
પોલીસને પાછલા કેટલાક દિવસોથી સતત +5 અને +4થી ફોન આવવાની ફરિયાદો મળી રહી છે, જેના કારણે રવિવારે સાંજે પોલીસે લોકો માટે દિશા-નિર્દેશ રજૂ કરીને +5 અને +4 શરૂ થનાર અજ્ઞાન નંબરના ફોન ન ઉઠાવવાની સલાહ આપી છે.
એવું લાગી રહ્યું છે કે, ફોન કોલ બોલીવિયાથી આવી રહ્યો છે કેમ ત્યાંનો આઈએસડી કોડ +591 છે. પોલીસનું કહેવું છે કે, એક હાઈટેક સેલ આ મામલાની તપાસ કરી રહ્યું છે. પોલીસ હાલમાં આ ફોન કોલ્સ પાછળનું કારણ શોધવામાં લાગી
છે. જોકે તે પણ ખબર પડી નથી કે, આ ફોન કોલ્સ ક્યાં દેશમાંથી આવી રહ્યાં છે અથવા તેમને આઈએસડી કોલ પર રજૂ કરવામાં આવી રહ્યાં છે.
જણાવી દઈએ કે, પોલીસને કેટલાક લોકોએ ફરિયાદ કરી છે કે, તેમને આ નંબરથી આવેલ મિસકોલ પર કોલ બેક કર્યો તો તેમનો ઘણો બેલેન્સ કપાઈ ગયો હતો. ઘણા બધા લોકોની ફરિયાદ પછી પોલીસે નિર્દેશ આપતા કહ્યું છે કે, જ્યાર સુધી પોલીસ મામલાની તપાસ પૂરી કરી લેતી નથી ત્યાર સુધી લોકો +5 અને +4 પરથી આવનાર કોલને ન તો રિસીવ કરો અને ન તેના પર કોલ બેક કરો.