સુરત, નવસારી, વલસાડ, વાપીમાં ફરી 3 થી 8 ઇંચ: સ્કૂલોમાં રજા

સુરત તા.11
દક્ષિણ ગુજરાતમાં અવીરત મેઘધારા થઈ રહી છે. હવામાન વિભાગની આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે સુરત નજીક મુંબઈ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. તો નવસારી અને જલાલપોરની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
થોડા વિરામ બાદ સુરતમાં મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. સુરત જિલ્લાના મહુવામાં આઠ કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારી જિલ્લામાં નવસારી શહેરમાં 4 ઈંચ વરસાદ
(અનુસંધાન પાના નં.10)
નોંધાયો છે. વલસાડ જિલ્લામાં વાપીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી અને જલાલપોરમાં ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના મહુવામાં છે. અહીં છેલ્લા 8 જ કલાકમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાંકાનેર ગામે વરસાદના પગલે તલાવડી વિસ્તારમાંથી પસાર ખાડી પાણીથી છલકાઈ ગઈ હતી. બારડોલી નગરમાં પણ વરસાદના કારણે સોસાયટીના રસ્તાઓ પાણીથી તરબોર થઈ ગયા હતાં. સુરત જિલ્લામાં 6 કલાકમાં 14 એમએમ વરસાદ ખાબક્યો છે. મોડી રાતથી મેઘરાજાનું જિલ્લામાં આગમન થયું છે.
નવસારીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સૌથી વધુ 7.03 ઈંચ વરસાદ નોધાયો છે. ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા છે. જ્યારે રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું ભરાઈ જતા બંધ કરી દેવામાં આવ્યું છે. નવસારી અને જલાલપોરની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના વહીવટી તંત્રને એલર્ટ રહેવા આદેશ અપાયા છે. અધિકારીઓએ કાર્યક્ષેત્રની મુલાકાત લેવા સૂચના અપાઈ છે. તેમજ વરસાદની માહિતી અંગે કલેક્ટર કચેરીએ જાણ કરવા આદેશ કરવામાં આવ્યો છે. તમામ અધિકારીઓને ફિલ્ડમાં રહેવા જણાવવામાં આવ્યું છે. મામલતદાર, પ્રાંત અધિકારી અને ટીડીઓને સંપર્કમાં રહેવા અને ચીફ ઓફિસરોને પાણી ભરાતા વિસ્તારની મુલાકાત લેવા કહેવાયું છે.
વલસાડ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ ભારે વરસાદ યથાવત છે. અહીં છેલ્લા 8 કલાકમાં સૌથી વધુ વરસાદ વાપીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં પડેલા ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે. જે હાલ ઓસરી રહ્યા છે. અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. જોકે, વરસાદમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જામનગર, અમરેલી સહિત ગઉછઋની 15 ટીમ તૈનાત
અમદાવાદ: મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ભારે વરસાદ ઘમરોળ્યું તો બીજી તરફ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો કોરા રહ્યા. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બે સિસ્ટમ સક્રિય થવાથી આગામી 4 દિવસમાં રાજ્યના લગભગ દરેક વિસ્તારમાં મેઘ મહેર થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 4 દિવસમાં ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં વરસાદ થશે (અનુસંધાન પાના નં.10) તેમ જયંત સરકારે જણાવ્યું. રાજ્ય સરકારે એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ)ની 15 ટીમ વાપી, વલસાડ, સુરત, બનાસકાંઠા, જામનગર, ગાંધીનગર, અમરેલી અને વડોદરામાં તૈનાત રાખી છે. રાજ્ય સરકાર તરફથી માહિતી આપવામાં આવી છે કે, આ ચોમાસા દરમિયાન વરસાદના કારણે 13 મોત થયા છે, જેમાંથી 11 મૃતકોના પરિવારને સહાય આપી દેવાઈ છે.
હવામાન વિભાગના રિજનલ ડિરેક્ટર જયંત સરકારે કહ્યું કે, રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે. દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. બીજી એક સાઈક્લોનિક સિસ્ટમ છત્તીસગઢ પર સર્જાઈ છે જે ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ બંને સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી આપી દેવાઈ છે. છોટાઉદેપુર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની સંભાવના છે.