ધો.10ની માર્કિંગ સિસ્ટમમાં થશે ફેરફાર

 હાલની 70-30ની પધ્ધતિ બદલી
80-20ની નવી સિસ્ટમ અમલી બનાવાશે
ગાંધીનગર તા,11
ગુજરાત મા.એન્ડ ઉ.મા. શિક્ષણબોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી 70-30 ની માર્કિંગ સિસ્ટમને બદલીને 80-20ની નવી માર્કિંગ સિસ્ટમને અમલી બનાવવાના ચક્રો ગતિમાન કરાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહયા છે ત્યારે હવે ઈન્ટરનલ એસેસમેન્ટ 30 માર્કના બદલે 20 માર્કનું થશે. 20માંથી વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્ક અપાશે. જ્યારે એન્યુઅલ પરિક્ષામાં 100 માર્કના
(અનુસંધાન પાના નં.10)
પેપરમાંથી 80 ટકા ગણાશે. કે શિણ બોર્ડની પરીક્ષા સમિતિએ આ અંગે એક ઠરાવ પસાર કરી શિક્ષણ વિભાગને મોકલી આપ્યો છે. શિક્ષણ વિભાગની અનુમતી બાદ 2019ના નવા શૈક્ષણિક વર્ષથી અમલમાં મુકવામાં આવશે.
જો કે હાલમાં ધો-10 માં 70-30 ની માર્કિંગ સિસ્ટમમાં વિદ્યાર્થીઓને 70 માર્કની એક્ષટર્નલ પરિક્ષામાં 33 ટકા એટલે કે 23 માર્ક મેળવવા ફરજીયાત છે.
જ્યારે 30 માર્કના ઈન્ટરનલ પરિક્ષામાંથી 33 ટકા એટલે કે એાછામાં ઓછા 9 માર્કસ મેળવવા પડે છે. હવે નવી સિસ્ટમ પ્રમાણે 80-20 ની માર્કિંગ સિસ્ટમમાં બન્ને પરિક્ષાના ભેગા મળીને વિદ્યાર્થીઓએ 33ટકા એટલે કે ઓછામાં ઓછા 9 માર્કસ મેળવવ પડે છે. હવે નવી સિસ્ટમ પ્રમાણે 80-20ની માર્કિંગ સિસ્ટમમાં બન્ને પરિક્ષાના ભેગા મળીને વિદ્યાર્થીઓએ 33 ટકા માર્ક મેળવવાના હશે. જેમાં નવી પદ્ધતિમાં વિદ્યાર્થીને 33 ટકા માર્કના પાસીંગના ગોલ સુધી પહોંચવું વધુ સરળ બનશે.
હાલમાં સીબીએસઇ માં આ સિસ્ટમ ચાલી રહેલ છે. જેને પગલે હવે જીએસઈબી એ પણ પરિક્ષામાં હવે આ નવી માર્ક સિસ્ટમ ન અપનાવવાની તૈયારીઓ આવી છે. તાજેતરમાં મળેલી શિક્ષણબોર્ડ પરિક્ષા સમિતીની બેઠકમાં જુની 70-30 માર્કિંગ સિસ્ટમને બદલી 2019ના નવા શૈક્ષણિક વર્ષથી 80-20ની નવી સિસ્ટમ અમલમાં મુકવામાં આવી શકે છે. ગુજરાત બોર્ડ દ્વારા અપનાવવામાં આવી રહેલી નવી પદ્ધતિમાં બાળકો માટે 100 ટકા માંથી 80 ટકા એક્ષટર્નલ પરિક્ષાના માર્ક ગણાશે. જ્યારે ઈન્ટરનલ પરિક્ષાના 20 ટકા માર્ક ગણાવામાં આવશે.