પાક.ની ચૂંટણીસભામાં વિસ્ફોટ: 20નાં મોત

 હુમલામાં અવામી નેશનલ પાર્ટીના નેતાનું મોત: 65થી વધુ ઘવાયા
પેશાવર તા,11
પાકિસ્તાના પેશાવર શહેરના યાકાતુત વિસ્તારમાં મંગળવાર રાત્રે આત્મઘાતી બોમ્બ હુમલો થયો હતો. આ હુમલામાં 20 લોકોનાં મોત થયા છે, જ્યારે 65 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલમાં રાહત અને બચાવ ટીમ સ્થળ પર હાજર છે.
પાકિસ્તાન મીડિયા દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર પેશાવરના યાકાતુત વિસ્તારમાં યોજાયેલ ચૂંટણીસભામાં આત્મઘાતી બોમ્બ
હુમલો થયો છે. જેમાં અવામી નેશનલ પાર્ટી (એએનપી)ના નેતા હારૂન બિલ્લૌરનું પણ મોત થયું છે. જ્યારે આત્મઘાતી હુમલો થયો ત્યારે 300થી વધારે લોકો હાજર હતા.
આ આત્મઘાતી હુમલામાં હારૂન બિલ્લૌર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને લેડી રેડીંગ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું. હારૂન બિલ્લૌરના પિતા અહમદ બિલ્લૌર પણ 2012માં પેશાવરમાં પાર્ટીની કોઈ બેઠકમાં તાલિબાનીઓ દ્વારા થયેલા આત્મઘાતી હુમલામાં જ તેમનું મોત થયું હતું.