શહેરમાં આગામી શનિવારે નીકળનાર જગન્નાથજીની રથયાત્રાની તૈયારી

રાજકોટ શહેરમાં આગામી શનિવારે અષાઢીબીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર ગઈકાલે સાંજે પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી અને શહેરમાં જે જે માર્ગો ઉપરથી રથયાત્રા પસાર થનાર છે તે રૂટ ઉપર ટ્રાફિક જાળવણી માટે આયોજન કર્યુ હતું.
પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ડીસીપી, એસીપી ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, એસઓજી બ્રાંચ અને વિવિધ પોલીસ સ્ટેશનના સ્ટાફે બંદોબસ્ત અંગે રિહર્સલ કર્યુ હતું. (તસવીર: પ્રવીણ સેદાણી)