ખંભાળિયાના વાડીનાર, ભાણવડના ધૂમલીમાં જુગાર રમતા 7 ઝબ્બે

ખંભાળીયા : ખંભાળીયા તાલુકાનાં વાડીનારમાં જુગાર રમી રહેલા આદમ સુંભણીયા, સુલેમાન સુંભણીયા અને અસગર સુંભણીયા નામનાં ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જયારે ભાણવડ તાબેનાં ધુમલી વિસ્તારમાંથી પોલીસે દરોડો પાડી માલદે પરમાર, મનજી પરમાર, અમુ વાઘેલા અને અશોક આરઠીયાને જુગાર રમતા ઝડપી લઈ, ત્રણ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
પોલીસ અધીકારીઓમાં બદલી
જીલ્લાનાં મુખ્ય મથક ખંભાળીયાનુ પોલીસ મથક છેલ્લા ઘણા માસથી ઈન્ચાર્જ પી.આઈ વડે ચાલતુ હતુ. ત્યારે અહિંના પી.આઈ. તરીકે તાજેતરમાં જ પ્રમોશન મેળવી ચુકેલા સીનીયર અધિકારી તરીકે ભાણવડનાં એચ.આર. કુવાડીયાને અહિં મુકવામાં આવ્યાં છે. જયારે અહીના પી.એસ.આઈ. વાય.જી.મકવાણાને ભાણવડનાં ફર્સ્ટ પી.એસ.આઈ. તરીકે મુકાયા છે. આ સાથે ખંભાળીયા તાલુકાનાં સલાયા પોલીસ મથકના પોલીસ ઈન્સ. પી.ડી.સોલંકીને અહીનાં એલ.આઈ.બી. શાખામાં બદલવામાં આવ્યાં છે. જયારે ભાણવડના પી.એસ.આઈ. પી.એ. જાડેજાને સલાયા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યાં છે. જીલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા આ બદલીના દૌરએ પોલીસ બેડામાં ચકચાર પ્રસરાવી છે.