ખંભાળિયા શહેર અને તાલુકામાં જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા

ખંભાળીયા : ખંભાળીયા તાલુકાના લાલુકા ગામે ગઈકાલે મંગળવારે નવનિયુકત પીઆઈ એચ.આર. કુવાડીયાની રાહબરી હેઠળ સ્થાનિક પોલીસે જુગારના અખાડા પર ત્રાટકી છ શખ્સોને ઝડપી લીધા હતાં.
લાલુકા ગામે આવા ભોગાભાઈ પીંડારીયા નામના શખ્સે તેના કબજા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને ચલાવાતા જુગારધામ પર પોલીસે દરોડો પાડયો હતો. આ સ્થળે ગંજીપતા વડે તિનપતીનો જુગાર રચી રહેલા ભાટીયો ઉ.વ.53 જેઠાભાઈ કુંડારીયા ઉ.વ.35 હેમાભાઈ કરશનભાઈ ભાટીયા ઉ.વ.53 રીછા ગગાભાઈ પીંડારીયા ઉ.વ.45 કેશુ કાના કઈવલા ઉ.વ.35 નિલેશ ભગવાનજીભાઈ દતાણી ઉ.વ.38 અને શૈલેષ પ્રભાશંકરભાઈ આરંભડીયા ઉ.વ.30 નામના છ શખ્સોને દબોચી લીધા હતાં. આરોપી શખ્સો પાસેથી પોલીસે કુલ રૂા.72,550 નો મુદામાલ કબજે કર્યો છે. આ સ્થળેથી જુગારધામનો સંચાલક આલા ભોગાભાઈ હાજર નહિ મળી આવતા પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હેડ કોન્સ. પી.જે.ભાટીયાએ હાથ ધરી છે.
સંજયનગરમાં જુગાર દરોડો
ખંભાળીયાના સંજયનગર વિસ્તારમાં પોલીસે સાદુરભાઈ માંડણભાઈ જોગાણી, કારાભાઈ અરજણભાઈ વાનરીયા અને દેશુર ઘેલાભાઈ ધારાણી નામના ત્રણ શખ્સોને તિનપતિ નામનો જુગાર રમતા ઝડપી લઈ કુલ 3010 નો મુદામાલ કબજે કર્યો છે.