રાણપુરના ટીડીઓ સહિત છ સામે ઉચાપતની થઇ ફરિયાદ

બોટાદ,તા.11
રાણપુર તાલુકાનાં બોડીયા ગામે પાંચ સખી સંઘ હોવા છતા દસ બતાવી 4 લાખના નાણાની ઉચાપત કરનાર ટી.ડી.ઓ. સહીત છ વ્યકતી સામે ફરીયાદ નોધાવાતાં ચકચાર મચી જવા પામેલ છે.
બનાવની મળતી વિગત મુજબ મીનાક્ષીબેન પરાલીયા મીશન મંગલમે પાંચ સખીસંઘ બોડીયા હોવા છતાં 10 બતાવી ર,પ0,000થી વધુ મેળવી તથા હા મહેમદાબાદ તાલુકા વિકાસ અધીકારી તરીકે ફરજ બજાવતા એચ.એમ.ભાસ્કરે આ નાણા મંજુર કરી ભાવનાબેન ંદુભાઈ, ચંદ્રીકાબેન વિનુભાઈ માલકીયા, અને નજમાબેન કુરેશીએ તથા મધુબેન ભરતભાઈએ રૂા.1,પ0,000 ની ઉચાપત કરી તા.1ર-10-ર017થી તા.17 એપ્રીલ ર018 ના સમયગાળા દરમ્યાન એકબીજાનાં મેળાપીપણા અને વગનો ઉપયોગ કરી અને હોદાની સતાનો દુરઉપયોગ કરી 4 લાખની ઉચાપત કરતાં તમામ સામે 409, 406, 468, 471, 114 મુજબ રાણપુર ટી.ડી.ઓ. ચંદુભાઈ ડી ભગોરાએ નોધાવતાં ચકાર મચી જવા
પામેલ છે.