મુખ્યમંત્રી રૂપાણી પરબના અષાઢીબીજના મેળામાં આવશે

જૂનાગઢ તા.11
ભેસાણના પરબધામ ખાતે આ વર્ષે પણ પરંપરાગત રીતે આષાઢી બીજનો મેળો યોજાશે જેમાં રાજયના મુખ્ય મંત્રી ખાસ ઉપસ્થિત રહેવાના હોય. મંદિરના મહંતશ્રી દ્રારા તેમના સ્વાગત સાથે બાળકોના ભોજન સહિતની ખાસ વ્યવસ્થા ઉભી કરવા માટેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
આગામી તા.14 મીના રોજ પરબધામ ખાતે આષાઢી દર વર્ષની જેમ આ વર્ષે પણ આષાઢી બીજનો મેળો યોજાય રહ્યો છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેવાના હોવાનું જાણવા મળ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહંત કરશનદાસ બાપુ ગુરૂ સેવાદાસ બાપુના સાનિઘ્યમાં યોજાનારા આ મેળાની ઉજવણી દરમ્યાન સંતવાણી મહાઆરતી, પર્જન્ય યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. તથા હજારો ભાવિક ભકતજનો આ મેળામાં પધારતા હોવાથી તેમના માટે ભોજન સહિતની તમામ ખાસ વ્યવસ્થા ઉભી કરવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાની જાણવા મળેલ છે.