આને કે’વાય બેંક કૌભાંડ: છઇઈંના ડિફોલ્ટરને લોન!

નવી દિલ્હી: બેંક ઓફ ઈન્ડિયાનાં બે અધિકારી પૈકી એક રિટા. જનરલ મનેજર અને ડેપ્યુટી જન. મેનેજરની દિલ્હી પોલિસે ધરપકડ કરી છે. આ બન્ને પર ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમિટેડની 2654 કરોડની છેતરપીંડીમાં સાથ દેવાનો આરોપ છે. ધરપકડ કરાયેલી વ્યક્તિઓમાં વી.વી. અગ્નિહોત્રી અને પી.કે શ્રીવાસ્તવ છે. ડી.પી.આઈ.એલ.નાં પ્રમોટર સુરેશ ભટનાગર તેનાં ભાઈ અમિત ભટનાગરે 11 જેટલી બેંક પાસેથી લીધેલી લોન પરત કરી નથી. જેની સી.બી.આઈ.એ એપ્રિલમાં એફ.આઈ.આર. નોંધી હતી. આથી તેમનાં પર આરોપ છે કે લોન મેળવવાં માટે આર.બી.આઈ.ની ડિફોલ્ટરની લિસ્ટમાં નામ હોવાં છતાં તેમની લોન અધિકારીઓનાં સહકારથી જ ઈશ્યુ થઈ છે. તેમજ આ કંપની ઈ.સી.જી.સી.નાં કોશન લિસ્ટમાં છે. જે બેંક ઓફિશિયલ્સનાં ઈન્વોલ્વમેન્ટ વગર શક્ય જ નથી. આ કંપની ઈલેક્ટ્રીક કેબલ અને ઈક્વિપમેન્ટ બનાવે છે. તેમણે તેની ક્રેડિટ ફેસેલિટી વધારવા માટે 11 બેંકો પાસેથી લીધેલી લોન કે જેમાં સૌથી વધુ ટર્મ લોન એક્સિસ બેંકની છે, જે 255.32 કરોડ છે. તેમજ બેંક ઓફ ઈંડિયાની ક્રેડિટ લિમિટ આશરે 600 કરોડ છે. જેનાં માટે કંપનીએ સ્ટોક સ્ટેટમેન્ટ ખોટા રજુ કર્યા છે. તેમજ તેનાંથી લીડ બેંકને ટ્રીટિંગ રિસિવેબલ્સ પણ જે કરંટ અસેટ ન હોય તેને પણ કરંટ અસેટ બતાવાઈ છે.
જેનાં ટર્ન ઓવરનાં ફિગર તેમણે બતાવ્યાં છે. એવો સી.બી.આઈ.એ ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે.