છોરો સે કમ નહીં ઐસી ‘ધાકડ’ હૈ ગુજરાત કી છોરિર્યાં..!

અમદાવાદ તા.11
ટાઈક્વોન્ડો એક દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય રમત અને કોરિયન માર્શલ આર્ટ છે. આ આર્ટ બીજી બધી કળાની જેમ સ્વબચાવ, રમત, તથા કસરત સાથે જોડાયેલ છે. આજે ગર્લ્સ પણ માર્શલ આર્ટ ક્ષેત્રે આગળ આવી છે. ટાઈક્વોન્ડો એટલે કરાટેની જે સેલ્ફ ડિફેન્સ માટેની કળા અને રમત પણ. ગુજરાતની આ ટાઈકવોન્ડો પ્લેયર્સ રાષ્ટ્રીય સ્તર પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. આ ટાઈકવોન્ડો ટીમ અંતિમ નેશનલ ટૂર્નામેન્ટમાં આ ટીમ ગુજરાતને બ્રોન્ઝ મેડલ અપાવી ચૂકી છે. આ ટીમમાં 9 ગર્લ્સે હમણા જ બ્લેક બેલ્ટ મેળ્યવ્યો છે. જ્યારે બે ગર્લ્સ રેડ બેલ્ટ ધરાવે છે. ટાઈકવોન્ડો ફેડરેશન ઓફ ગુજરાત જે 1991થી રાજ્યમાં સક્રિય છે અને આ ફેડરેશન યુવા ખેલાડીઓ તૈયાર કરે છે. જે નેશનલ ટૂર્નામેન્ટમાં ગુજરાતની નવી ઓળખ ઉભી કરી રહ્યાં છે. અત્યાર સુધી ગુજરાતે ટાઈકવોન્ડોની 27 નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને ગુજરાતની ટીમ 9 વખત ચેમ્પિયન બની છે. સેલ્ફ ડિફેન્ડની કળાથી એક સ્પર્ધાત્મક રમત, અમદાવાદમાં ટાઈકવોન્ડો સાથે હવે ધીરે ધીરે યુવા ખેલાડીઓ જોડાવાનો વ્યાપ પણ વધી રહ્યો છે.