બિગબોસ-12: નવી સીઝનમાં રિયલ લાઇફ કપલની એન્ટ્રી

મુંબઇ તા.11
સલમાન ખાનનો ટીવી રીયાલીટી શો બીગ બોસ બહુચર્ચિત શો છે. અને હવે આ બીગ બોસ ની 12મી સીઝન આવી રહી છે. જેની માટે ઓડીશન સ્ટાર્ટ થઇ ચુક્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી, જે ટીવી દુનિયાનું ફેમસ કપલ છે એ પણ આ શોમાં એન્ટ્રી લઇ રહ્યા છે.
આ અંગે શું સાચું છે એ વાત જણાવતા ખુદ ગુરમીત ચૌધરી એ કહ્યું કે, ના અમે આ સિઝનનો હિસ્સો નથી. અમે બિગ બોસમાં એન્ટ્રી નથી લેવાના. તમને જણાવી દઈએ કે આ પહેલા આ કપલ ડાન્સ ના રીયાલીટી શોમાં પણ આવી ચુક્યું છે. પરંતુ હાલ તેઓ સલમાન ખાન ના રીયાલીટી શોમાં ભાગ લેવાના નથી.વધુમાં વાતને ક્લીયર કરતા ગુરમીત ચૌધરીએ જણાવ્યું કે, હાલ તેઓ પોતાની આગામી ફિલ્મ પલટન માં વ્યસ્ત છે જે 9 સપ્ટેમ્બરના રીલીઝ થવાની છે અને ત્યાર બાદ બીજી ફિલ્મ પણ જલ્દી આવવાની છે. જયારે દેબીના બેનર્જી છેલ્લે તેનાલીરામા સીરીયલમાં જોવા મળી હતી. આ કપલ સૌ પ્રથમ સિરિયલ રામાયણ ના સેટ પર મળ્યા હતા અને ત્યારબાદ 2011 માં લગ્નગ્રંથીથી જોડાયા હતા.   બીગ બોસ ટીવી શો એના ક્ધટેસ્ટન્ટ ને લઈને હમેશા ચર્ચાના માહોલમાં રહ્યો છે. ત્યારે જોઈએ કે આગામી 12મી સિઝનમાં શું નવું જોવા મળશે. આ વખતે આ રીયાલીટી શોમાં ટવીસ્ટ છે- રીયલ લાઈફ કપલની એન્ટ્રી. તો જોઈએ કે શું ધમાલ લઈને આવે છે