રાજકુમાર રાવ અને કંગનાએ આરકેના લોગોની કોપી કરી!

મુંબઇ: રાજકુમાર રાવ અને કંગના રનોટે આરકે ફિલ્મસના લોગોની કોપી કરી હોય એવું લાગી રહ્યું છે. રાજકુમાર અને કંગના 2013માં આવેલી ‘ક્વીન’ બાદ ફરી ‘મેન્ટલ હૈ ક્યા’માં કામ કરી રહ્યાં છે. આ ફિલ્મના છેલ્લા શેડ્યુલનું શૂટિંગ લંડનમાં કરાયું હતું જે પુંરૂં થયું છે. આ ફિલ્મને એકતા કપૂર પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મના નામને લઇને એકતા અને સલમાનખાન વચ્ચે મતભેદ થયો હોવાની પણ ચર્ચા ચાલી હતી, કારણ કે સલમાને ‘મેન્ટલ’નામ રજિીસ્ટર કરાવ્યું છે. ‘મેન્ટલ હૈ ક્યા’ 2019ની 22 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
આ ફિલ્મનું શૂટિંગ પુરૂં થતાં રાજકુમાર અને કંગનાએ લંડનના રસ્તા પર પોઝ આપ્યો હતો. આ ફોટોને એકતા કપૂરે ટવીટર પર શેર કર્યો હતો.