કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે

ટ્રેન્ટબ્રિજ તા,11
ભારતે યજમાન ઇંગ્લેન્ડને ટી-20 શ્રેણીમાં 2-1થી પછડાટ આપી ત્યાર પછી હવે બન્ને દેશ વચ્ચે આવતી કાલે ત્રણ મેચની વન-ડે સિરીઝ શરૂ થશે. બેઉ દેશ વચ્ચેના વન-ડેના ઇતિહાસમાં ભારતનો હાથ એકંદરે ઉપર રહ્યો છે, કારણકે રમાયેલી કુલ 96 વન-ડેમાંથી બાવન મેચ ભારત જીત્યું છે અને 39માં ઇંગ્લેન્ડે જીત મેળવી છે. બે મેચ ટાઇ રહી છે, જ્યારે ત્રણ મુકાબલા અનિર્ણીત રહ્યા છે.
જોકે, ઘરઆંગણે ઇંગ્લેન્ડ વધુ સફળ રહ્યું છે. બ્રિટિશ ધરતી પર રમાયેલી કુલ 38 વન-ડેમાંથી 19 ઇંગ્લેન્ડે અને 15 ભારતે જીતી છે. બન્ને દેશ વચ્ચે છેલ્લે જે પાંચ વન-ડે રમાઈ એમાંથી ત્રણ ઇંગ્લેન્ડે જીતી છે. જોકે, બ્રિટિશરોની ધરતી પર રમાયેલી છેલ્લી પાંચ વન-ડે વન-ડે શ્રેણીનું ટાઇમટેબલ
તારીખ મેચ સ્થળ જીવંત પ્રસારણ
12 જુલાઈ પ્રથમ વન-ડે ટ્રેન્ટ બ્રિજ સાંજે 5.00થી
14 જુલાઈ બીજી વન-ડે લોર્ડ્સ બપોરે 3.30થી
17 જુલાઈ ત્રીજી વન-ડે હેડિંગ્લી સાંજે 5.00થી
નોંધ: (1) ઉપરના તમામ ટાઇમિંગ ભારતીય સમય મુજબના છે.
(2) આ શ્રેણી પછી 1 ઑગસ્ટે પાંચ મેચવાળી ટેસ્ટ-સિરીઝ શરૂ થશે.
ભારત 3-0થી જીતે તો નંબર વન
દુબઈ: અહીં વડુમથક ધરાવતી આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના અહેવાલ મુજબ ભારત જો આવતી કાલે શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી 3-0થી જીતી લેશે તો વન-ડેના રેન્કિંગમાં ફરી નંબર વનનું સ્થાન લઈ લેશે. અત્યારે ઇંગ્લેન્ડ પ્રથમ નંબરે અને ભારત બીજા નંબરે છે. ઇંગ્લેન્ડ શ્રેણી 3-0થી જીતી જશે તો મોખરાના સ્થાને એના 10 પોઇન્ટ વધી જશે. માંથી ચાર ભારત જીત્યું છે અને એકમાં જ યજમાન ઇંગ્લેન્ડનો વિજય થયો છે.