બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સ ફાઇનલમાં

મોસ્કો તા.11
ફિફા-2018 હવે અંતિમ ચરણમાં પહોંચી રહ્યું છે. ગઈકાલે મોડી રાત્રે રોમાંચક મેચમાં ફ્રાન્સે બેલ્જિયમને 1-0થી હરાવીને ફીફાના 21માં વર્લ્ડ કપના ફાઈનલમાં જગ્યા મેળવી લીધી છે. આ સાથે જ ફ્રાન્સ ત્રીજી વખત ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. આ અગાઉ 1998 અને 2006માં ફાઈનલમાં પહોંચ્યું હતું, જેમાં 1998માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આ તરફ બેલ્જિયમ પહેલી વખત ફાઈનલમાં પહોંચવાની તક ગુમાવી પડી હતી. બેલ્જિયમનો 24 મેચોની જીતની કડી પણ તૂટી ગઈ છે, જેમાં તેને 78 ગોલ કર્યા છે અને આ મેચ પહેલા માત્ર એક જ મેચમાં ગોલ કરી શકી ન હતી. ફ્રાન્સની ટીમ ભલે મેચ જીતવામાં સફળ રહ્યું પરંતુ બેલ્જિયમને ટીમે રશિયામાં ઉત્તમ પ્રદર્શન કરી લાખો લોકોનું દિલ જીતી લીધું છે. પહેલી સેમીફાઈનલમાં માત્ર 51મી મિનિટમાં એક માત્ર ગોલ કરવામાં આવ્યો હતો, જે સૈમ્યએલ ઉમટિટી હેડરથી કરવામાં આવ્યો હતો. જે ફ્રાન્સ દ્વારા કોર્નર મળતાં, એન્ટોની ગ્રીજમેનની કિક પર ઉમટિટીએ હેડરથી ગોલ ફટકારી ફ્રાન્સને 1-0ની લીડ અપાવી હતી.
જો કે ફ્રાન્સની જીતનો અસલી હિરો ગોલકીપર હ્યૂગો લોરિસ રહ્યો છે. જેને પોતાની ટીમ માટે શાનદાર ગોલ કિપિંગ કરતાં ઘણાં ગોલ બચાવ્યા છે. જ્યારે બેલ્જિયમના ગોલકીપર તિબાઉત કોટરેઇસે પણ ફ્રાન્સને બીજો ગોલ મારવા દીધો ન હતો.
પહેલો ગોલ ફ્રાન્સનો થઈ જતાં બેલ્જિયમની ટીમના ખેલાડીઓ દ્વારા ઘણી ભૂલો કરવામાં આવી હતી અને ટીમ દબાવમાં આવી ગઈ હતી. જેના કારણે ટીમને ત્રણ યેલો કાર્ડ પણ મલ્યા હતા. જો કે બેલ્જિયમે પહેલા હાફમાં ઘણાં પ્રયત્ન કર્યા હતા પરંતુ તે ગોલ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. જ્યારે ફ્રાન્સની ટીમ પોતની નેચરલ ગેમથી જીત મેળવવામાં સફળ રહ્યું હતું.   આજે રમાનારી બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ અને ક્રોએશિયામાંથી જે ટીમ વિજેતા થશે તેની સાથે ફ્રાન્સનો મુકાબલો થશે. ફ્રાન્સની ટીમ હાલમાં મજબૂત જોવા મળી રહી છે. સેમીફાઈનલમાં ઉત્તમ દેખાવ બાદ તેને વર્લ્ડ કપ જીતવાનો પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.