આગામી સપ્તાહે વડાપ્રધાન મોદી જૂનાગઢની

જૂનાગઢ તા.11
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.20 ના રોજ જૂનાગઢના પ્રવાસે આવી રહ્યા છે. અને મેડીકલ કોલેજ, પશુ હોસ્પિટલ સહિતનું લોકાર્પણ કરશે તેમ જાણવા મળેલ છે. લોકસભાની ચુંટણીઓની ભાજપા દ્રારા તૈયારીઓ આરંભાઇ ગઇ છે. ત્યારે લોકસભાની ચુંટણી પુર્વે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેમનો જૂનાગઢ ખાતેનો પ્રવાસ પણ ક્ધફોર્મ થઇ રહ્યો હોવાનું જાણવા મળી
રહ્યું છે.
વડાપ્રધાન મોદી જૂનાગઢ ખાતે મેડીકલ કોલેજ, પશુ હોસ્પિટલ એગ્રો પ્રોશેસીંગ સહિતના લોકાર્પણ તેમની જૂનાગઢ મુલાકાત દરમ્યાન કરશે તેવું સંભવત છે. ત્યારે વડાપ્રધાનનો કાર્યક્રમ નકકી થતા ભાજપ દ્રારા અત્યારથી જ તેમના આગમન અને સ્વાગતની તૈયારીઓ આરંભી દીધી છે.