તમામે તમામનાં નાણાકીય વ્યવહારો પર કેન્દ્રની નજર

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ કાળાં નાણાંને ટ્રેક કરવા માટે દેશમાં તમામ પ્રકારના ટ્રાન્જેક્શન્સ સંબંધિત ડેટાબેસ બનાવવા અંગે ચર્ચાવિચારણા શ‚ કરી છે. આનાથી મની લોન્ડરિંગ અને બનાવટી કંપનીઓનાં કૌભાંડો રોકવામાં મદદ મળશે. ટ્રાન્જેક્શનના ડેટાબેસ અંગે આરબીઆઈની સાથે સરકારની શ‚આતની વાતચીત મની લોન્ડરિંગ અને બનાવટી કંપનીઓ પર લગામ કસવાનાં તમામ પગલાં બાદ થઈ છે. નાણાં મંત્રાલય, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને કેટલીક તપાસ એજન્સીઝે મની લોન્ડરિંગ અને શેલ કંપનીઓ સામે તાજેતરમાં જ કાર્યવાહી કરી હતી. સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર, એક એવા પ્લેટફોર્મ બનાવવાના પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે, જેમાં દેશભરમાં કરાયેલા તમામ ગેરકાયદે ટ્રાન્જેક્શનનો રેકોર્ડ મળી રહે અને તેને જરૂરિયાત મુજબ જોઈ શકાય. ટ્રાન્જેક્શનનો એક જગ્યાએ રેકોર્ડ રાખવાથી શેલ કંપનીઓની ઓળખ કરવા માટેનો અને તેની પર કાર્યવાહીનો રસ્તો સરળ થઈ શકે છે.   બનાવટી કંપનીઓનો મની લોન્ડરિંગ માટે જ ઉપયોગ થાય છે, આ પ્રકારની કંપનીઓ સામાન્ય રીતે ઓછી ઇક્વિટી બેસ ધરાવતી હોય છે અને તેની આવક પણ ઓછી હોય છે, પણ તે કંપનીઓ પૈસાની હેરફેર કરે છે.
હાલ તો ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ શંકાસ્પદ ટ્રાન્જેક્શન્સ અને ૧૦ લાખ રૂપિયાથી વધુના કેશ ટ્રાન્જેક્શન પર નજર રાખે છે, પણ આ વ્યવસ્થા પોતાના ઉદ્દેશને પૂરો કરવા માટે ખાસ કારગર દેખાતી નથી. * નાણા મંત્રાલય, આઈટી ડિપાર્ટમેન્ટ અને તપાસ એજન્સીઓની ગોઠવણ