ફુડ ટોક

પાલખ-પનીર સમોસા
: સામગ્રી :
1 કપ મેંદો, 2 ટે.સ્પૂન તેલ, મીઠું સ્વાદ મુજબ, 1/4 ટી. સ્પૂન ચીલી ફ્લેવર, 1/4 ટી. સ્પૂન ઓરેગાનો અથવા અજમા
(બધી સામગ્રી મિક્સ કરી કણક તૈયાર કરવી, સાઇડમાં રાખવી)
: સ્ટફિંગ માટે સામગ્રી :
1 કપ જીણી સમારેલી પાલખ, 1 કપ પનીર, 1/4 કપ કેપ્સીકમ, 1/4 બાફેલી મકાઇ, મીઠુ સ્વાદ મુજબ, 1/2 ટી સ્પૂન મરી પાવડર, 1 ટી સ્પુન બટર અથવા ઓલિવ ઓઇલ, 1 ટે સ્પુન જીણી સમારેલ ડુંગળી(ઓપ્શનલ)
: રીત :
સૌ પ્રથમ પેનમાં બટર લેવું, ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળવી, ત્યારબાદ કેપ્સીકમ સાંતળવા, કેપ્સીકમ સંતાળાઇ પછી પાલખ એડ કરવી, મીઠું એડ કરવું, પાલખમાંથી પાણી બળે ત્યાં સુધી સાંતળવું, હવે તેમાં બાફેલી મકાઇ અને પનીર તેમજ મરી પાવડર એડ કરી મિક્સ કરવું, રૂમ ટેમ્પ્રેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા રાખવું.
: સમોસા એસેમ્બલ કરવા માટે :
બનાવેલ કણકમાંથી લુઓ લઇ મોટી લંબ ગોળ પુરી વણવી, ત્યાર બાદ એક પાર્ટ લઇ
તેનું કોન બનાવી સ્ટફિંગ ભરી સમોસા વાળવા. ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં
સુધી તળવા.
ગ્રીન પીસ સમોસા
: સામગ્રી :
1 કપ મેંદો, 1 ટી - તેલ, 1/ર ટી સ્પુન, મીઠુ, 1/4 ટી સ્પુન (બધી સામગ્રી મીકસ કરી લોટ બાંધી સાઇડમાં રાખવો)
: સામગ્રી સ્ટફીંગ માટે :
1 કપ લીલી સમારેલી ચોળી, 1/2 કપ - વટાણા, 1 ટી સ્પુન, મરચુ પાવડર, 1/4 ટી સ્પુન હળદર, 1/4 ટી સ્પુન તજલવીંગનો ભુકો, 1/2 ધાણા (ઓપ્શનલ), આમચુર, 1/2 કોપરાનો ભુકો, મીઠુ સ્વાદ મુજબ ધાણાભાજી, 1/4 કપ સેવ (ચણાના લોટની) 1/ર ટી સ્પુન તેલ, અન્ય સામગ્રી : તળવા માટે તેલ
: રીત :
સૌપ્રથમ પેેનમાં તેલ લેવું, તેલ ગરમ થાય એટલે તેમાં ચોળી એડ કરવી, ત્યારબાદ વટાણા અધકચરા એડ કરવા, ર થી 3 મીનીટ સાંતળવું, ત્યારબાદ મરચુ, પાવડર, મીઠુ, હળદર બધા મસાલા એડ કરી મીકસ કરવું, પાણી બળે ત્યાં સુધી સાંતળવું, હવે તેમાં સેવ અને ધાણાભાજી એડ કરી મીકસ કરવું. સ્ટફીંગ ઠંડુ થવા દેવું.
: સમોસા એસેમ્બલ કરવા માટે :
બનાવેલ સમોસાની કણકમાંથી લુઓ લઇ મોટી લંબગોળ પુરી વણવી. વચ્ચે કટ આપી એક પાર્ટ લઇ તેમાં સ્ટફીંગ ભરવું. સમોસાનો શેઇપ આપવો. ગોલ્ડન બ્રાઉન તળવા.
: વેરીએશન :
પાલકના બદલે ફુદીનાના પાન પણ લઈ શકાય.