ટીપ્સ ફોમ મોમ

*સમોસાનું પડ ક્રિસ્પી બનાવવા 1 કપ મેંદો હોય તો 1 ટે. સ્પૂન રવો એડ કરવો.
* સ્ટફિંગ ઠંડુ થાય પછી જ સમોસા વાળવા નહિતો સમોસા અંદરથી પોચા રેશે.
* ઘરે પાર્ટી હોય તો નાની સાઇઝના સમોસા અલગ-અલગ સ્ટફિંગ સાથે બનાવવા જે મોકટેલ્સ સાથે સર્વ કરી શકાય છે.
* પાર્ટી માટે સમોસા બનાવવા હોય તો અધકચરા તળીને રાખવા. સર્વ કરતી વખતે ફરી તળવા જેથી સર્વ કરવામાં સહેલુ પડે.
* સમોસા બનાવવા માટે ચણાની દાળ, મગની દાળ વગેરે વાપરી શકાય.
*ચાઈનીઝ સમોસા બનાવવા નુડલ્સ સાથે કેપ્સીકમ અને વેજીટેબલ્સ પણ મિકસ કરી ઉપયોગમાં લઈ શકાય.
* પાર્ટી માટે નાની સાઈઝના કોકટેલ સમોસા બનાવી શકાય જેમાં મનપસંદ સ્ટફિંગ બનાવી શકાય છે.
* ચોકલેટ ચીઝ સમોસા બનાવવા માટે ચોકલેટ અને ચીઝનું મિશ્રણ સ્ટફિંગમાં ભરી શકાય આ રીતે સ્વીટ સમોસા બનાવી શકાય.