વરસાદી વાતાવરણને રાગિન બનાવતી મનમોહક છત્રી

વરસાદ આવે એટલે કબાટમાં સાચવીને મૂકી દીધેલી કે પછી માળિયામાં મૂકેલી છત્રી યાદ આવે છે. છત્રી શબ્દથી નાનપણથી જ પરિચિત છીએ કારણ કે કક્કો શીખવામાં છ છત્રીનો છ આવતું.સાહિત્યમાં પણ છત્રીને લઈને અનેક રચનાઓ છે તો ફિલ્મોમાં પણ છત્રીને લઈને અનેક રોમાન્ટિક ગીતો છે જ. આથી આપણા જીવનમાં છત્રીનું મહત્વ ઓછું આંકી શકીએ નહીં.
છત્રી એ છત્ર શબ્દ પરથી આવ્યો છે. છત્ર એટલે કે રક્ષણ આપે તે. આપણે અવારનવાર
‘માતા-પિતાની છત્રછાયા’ એવો શબ્દ વાપરીએ છીએ ‘છત્ર છીનવાઈ ગયું’ એવું પણ કહીએ છીએ. એનો અર્થ સંસારના સુખ દુખ માતા-પિતાના રક્ષણમાં આપણને સ્પર્શતા નથી એવો થાય છે. આવા અનેક શબ્દપ્રયોગ આપણી ભાષામાં કરીએ છીએ.છત્ર પરથી આવેલ શબ્દ એટલે જ છત્રી. અંગ્રેજીમાં છત્રીને ીળબયિહહફ કહેવાય છે જે મૂળ લેટિન શબ્દ પઅમ્બરાથ પરથી. આવ્યો છે. પ્રાચીન સમયમાં તાપથી બચવા માટે તેનો ઉપયોગ થતો હતો.ઉપરાંત અમીર ઉમરાવ અને રાજાઓને જ તેના ઉપયોગ કરવાનો અધિકાર હતો. સોળમી સદીમાં તેનો આરંભ થયો.ત્યાર બાદ હાઈ સોસાયટીના લોકો તેનો ઉપયોગ કરતા.એક સ્ટેટ્સ સિમ્બોલ પણ ગણાતું. પરંતુ તેના ઉપયોગની અનિવાર્યતાને કારણે સામાન્ય લોકોમાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો. પ્રારંભના સમય બાદ જરૂરિયાત મુજબ અનેક પરિવર્તનો આવ્યા. આજે તો છત્રીનો આમ આદમીથી લઇ ને દરેક લોકો ઉપયોગ કરે છે. વિદેશોમાં લોકો તડકાથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરતા. શરૂઆતના દિવસમાં છત્રી નો રંગ કાળો રાખવામાં આવતો હતો જે હાલમાં અનેક રંગો અને અનેક વેરાયટીમાં મળે છે. દુકાનો ચોમાસાની સિઝન શરૂ થતા જ દુકાનોમાં રંગબેરંગી છત્રીઓ દેખાવા લાગે છે. રસ્તા પર ફેરિયાઓ પણ છત્રી, રેઇનકોટ લઇ બેસી જાય છે. છત્રીની જાળવણી
વરસાદમાંથી આવ્યા બાદ છત્રીને ભીની ફોલ્ડ ન કરવી.ઉપરાંત તડકો નીકળે ત્યારે તડકામાં તપાવી લેવી જેથી ભેજવાળા વાતાવરણમાં કપડામાંથી વાસ નહીં આવે અને કપડું સડી પણ નહીં જાય. ચોમાસુ પૂરું થાય પછી પણ છત્રીને એકદમ તડકામાં તપાવીને જ મુકવી.પ્લાસ્ટિક બેગમાં પેક કરીને મુકવી.છત્રીમાં ટેલક્મ પાવડર પણ છાંટીને મૂકી શકાય જેથી કપડું એકબીજા સાથે ચોટીને ફાટવાની બીક રહેશે નહીં. નાજુક નમણી ઉપયોગી છત્રી
પ્રાચીન સમયમાં લાકડામાંથી વજનદાર છત્રી બનાવવામાં આવતી તેના પર કેનવાસ લગાવવામાં આવતું.ધીમે ધીમે જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર થતા ગયા. ત્યારબાદ ફેશન અને જરૂરિયાત મુજબ ડિઝાઇન પણ બદલાવા લાગી. ધીમેધીમે લાંબી છત્રીની ફેશન આવી ત્યારબાદ ડબલ ફોલ્ડ છત્રી આવી પણ તે પવન સામે ટકી શકતી ન હતી ત્યારબાદ પર્સમાં રહી શકે તેવી થ્રી ફોલ્ડ છત્રીઓ બજારમાં આવી અને આજે તો તડકામાં કલર બદલાય તેવા પ્રકારની છત્રી પણ ઉપલબ્ધ છે. નાના બાળકોની નાની સાઈઝ,તેમને ગમે તેવા કાર્ટૂન,ચિત્રો અને કલરફુલ છત્રી મળે છે તો મહિલાઓ માટે ફ્લાવર પ્રિન્ટ અને મનગમતા આછા અને મનમોહક રંગોમાં મળે છે.હવે તો પુરુષોમાં પણ આવી રંગબેરંગી છત્રીનો ક્રેઝ છે.