તો 2000ની નોટની કિંમત કોડીની!

રાજકોટ,તા.10
ફાટેલી નોટોથી પરેશાન લોકો માટે રાહતનાં સમાચાર છે! રીઝર્વ બેન્કે જાહેર કરેલી નવી ગાઇડલાઇન પ્રમાણે એકદમ ક્ષતિગ્રસત નોટ પણ હવે લોકો બેન્કોમાં બદલી શકશે, એટલું જ નહીં વેરો, ટેક્સ, વીજબીલ સહિતના ચૂકવણામાં પણ ફાટેલી નોટો સ્વીકારવા આદેશ થયો છે! પણ સ્લોગન, સુવિચાર કે કોઇપણ પ્રકારનું લખાણ લખેલી નોટો નહી સ્વીકારવા બેન્કોને સ્પષ્ટ આદેશ થયો છે.
રીઝર્વ બેન્કે જાહેર કરેલી નવી ગાઇડ લાઇન પ્રમાણે પલળેલી, બેટૂકડા થયેલી, કે કોઇપણ રીતે ક્ષતિગ્રસ્ત થયેલી તમામ નોટોને હવે બેન્કોએ સ્વીકારવી પડશે. આવી નોટોને હાઉસટેક્સ, સીવર ટેક્સ, પાણીવેરો, વીજબીલ, ઇન્કમટેક્સ વગેરેમાં પણ ચૂકવી શકાશે. ઉપરાંત બેન્કનાં ખાતામાં પણ જમા કરાવી શકાશે. અલબત આવી નોટોને ફરી ચલણમાં નહી મુકવા અને તેનો નાશ કરી દીવા પણ સૂચના આપવામાં આવી છે.
ઉપરાંત એવી નોટો કે જેનો એક ભાગ કપાઇને ગાયબ થઇ ગયો હોય તેવી નોટોને પણ કોઇપણ બેન્કોની શાખામાં જમા કરાવી શકાશે. પણ રીઝર્વ બેન્કની ગાઇડલાઇન પ્રમાણે એવી નોટોને બદલવા પર મનાઇ ફરમાવી દેવામાં આવી છે. જેના પર લખાણ લખ્યું હોય! સુવિચાર, રાજકીય સંદેશ, નારાઓ કે બદલાની ભાવનાથી લખાયેલા લખાણવાળી નોટોનું મુલ્ય શુન્ય થઇ જાશે. મતલબ આવી નોટ એકપણ બેન્ક બદલાવી નહી દે! જો કોઇ વ્યકિત પાસે મોટી સંખ્યામાં ફાટેલ નોટ હશે તો પોલીસ કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે. વધારે માત્રામાં આવી નોટ ક્યાંથી આવી? વગેરે ખુલાસાઓ પૂછાશે!  ફાટેલી-ક્ષતિગ્રસ્ત નોટો બેન્કો બદલી આપશે; સરકારી ચૂકવણામાં પણ રદ્દી નોટો સ્વીકારાશે