કોંગ્રેસના ૧૯ નગરસેવકો અમદાવાદ પ્રદેશ ઓફિસે ધરણાં કરશે

રાજકોટ તા.૧૦
રાજકોટ શહેર કોંગ્રેસમાંથી કદાવર નેતા ઇન્દ્રનીલભાઇ રાજ્યગુ‚એ રાજીનામુ આપી દીધા બાદ હજુ હડકંપ ચાલી રહ્યો છે. રવિવારે સમસ્ત સમાજની બેઠક બાદ સોમવારે તમામ જ્ઞાતિના આગેવાનો તેમના નિવાસસ્થાને પહોચી કોંગ્રેસના સક્રિય થવા આહવાન કર્યુ હતું ત્યારે આજે સતત બીજા દિવસે ૧૯ નગરસેવકો નીલસીટી કલબ ખાતે આવેલા ઇન્દ્રનીલ રાજ્યગુ‚ના નિવાસસ્થાને પહોચી ગયા હતા અને રાજકોટના નીડર અને સક્ષમ નેતા ઇન્દ્રનીલભાઇ કોંગ્રેસમાં પરત આવે તે માટે નગરસેવકો હાજર રહ્યા હતા. ૧૯ નગરસેવકોએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે અમદાવાદ પ્રદેશ પ્રમુખની ઓફીસની બહાર ધરણાં કરવામાં આવશે.
પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ ‚બ‚ મળી ઇન્દ્રનીલ રાજ્યગુ‚ને માન-સન્માન સાથે પરત કોંગ્રેસના લ્યો, તેના પ્રશ્રોનો યોગ્ય ઉકેલ લાવો તેવું એક આવેદનપત્ર આપી પ્રદેશ પ્રમુખની ઓફીસ બહાર ધરણાનો કાર્યક્રમ કરવાના છીએ તેમ કોર્પોરેટર વશરામ સાગઠીયા અને અતુલ રાજાણીએ જણાવ્યું હતું પ્રદેશમાં રાજકોટ કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે તેનું વાસ્તવિક ચિત્ર રજુ કરવાનું આયોજન ઘડાયું ઋે જેમાં કોંગ્રેસના નેતાઓએ ભૂતકાળમાં પાર્ટી વિ‚ધ્ધમાં કામગીરી કરે છે, બોગસ લોકોના કારણે રાજકોટ કોંગ્રેસનું પતન થઇ રહ્યું છે તેવો એક નામ આવે તો પત્ર પણ આપવામાં આવશે.
૧૯ નગરસેવકો પ્રદેશ ઓફીસે રાજીનામુ આપવા જવાના હતા પણ ઇન્દ્રનીલ રાજ્યગુ‚એ રાજીનામુ આપવાની નગરસેવકોને ના પાડી દીધી હતી અને પાર્ટી લાઇનમાં રહીને જ કામ કરવાનું સૂચન કરતા નગરસેવકો બે દિવસમાં અમદાવાદ પહોચી પ્રદેશ ઓફીસની બહાર ધરણા કરી પોતાની લાગણી વ્યકત કરશે.
આજે કોંગ્રેસની કોઇ મીટીંગ બોલાવી નથી: મહેશ રાજપુત
રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતના નામે સોશ્યલ મીડિયામાં મેસેજ વહેતા થયા હતા કે આજે સાંજે શહેર કોંગ્રેસની મીટીંગ છે ? તેમ પુછતા કોંગ્રેસ પરીવારના ઘણા મિત્રોના ફોન આવ્યા છે, જે અંગે સ્પષ્ટ જણાવવાનું કે આજે મંગળવાર તા.૧૦મીએ શહેર કોંગ્રેસ સમિતિની કોઇ મીટીંગ બોલાવી નથી.
ઇન્દ્રનીલનું કોંગ્રેસથી છુટાછેડાનું શું છે કારણ?
પ્રદેશમાં સાચી-ખોટી વાત કરી લોકો પોતાનું રાજકારણ રમી રહ્યા છે. ખોટા લોકોને પાર્ટી સાચવી રહી છે. જેઓએ ભૂતકાળમાં પાર્ટી વિરોધી કામ કર્યુ તેના કારણે અંદરોઅંદરની લડાઇમાં ભાજપ સામે લડવાનો સમય મળતો નથી.
પાર્ટીએ પ્રશ્ને કીધુ પાર્ટીનું રાજકારણ શીખી જાય ત્યારે ઇન્દ્રનીલે પાર્ટીને કહ્યું મને લોકોનું રાજકારણ આવડે છે પાર્ટીનું નહીં.
ખોટા લોકો પાર્ટી પકડીને બેસી ગયા છે.
જૂથવાદ ઉભા થવાથી પાર્ટીને નુકસાન પહોચી રહ્યું છે. કયાં નગરસેવકો હાજર રહ્યાં
વશરામ સાગઠીયા, અતુલ રાજાણી, દિલીપ આસવાણી, પરેશ હરસોળા, રસીલાબેન ગેરૈયા, પા‚લબેન ડેર, નિલેશ મા‚, રવજીભાઇ ખીમસુરીયા, સીમીબેન જાદવ, જયાબેન ટાંક, ગીતાબેન પુરબીયા, સ્નેહાબેન દવે, ગાવરીબેન ભટ્ટ, વસંતબેન માલવી, હા‚નભાઇ સહિતના લોકો આજે ઇન્દ્રનીલ રાજ્યગુ‚ના ઘરે હાજર રહ્યા હતા. હળવા હૈયે ઇન્દ્રનીલે કરેલી વાતોનાં અંશો
* કોંગ્રેસે જે કામ કર્યુ છે તે ભાજપ ર૦૦ વર્ષે પણ નહીં કરે શકે.
*કોંગ્રેસે લોકશાહી બચાવાનું કામ કર્યુ છે જે ભાજપ નહીં કરી શકે.
* કોંગ્રેસ એક શ્રેષ્ઠ વિચારધારણા પાર્ટી છે.
* લોકોના પ્રશ્રોને નિડરતાપૂર્વક, વાંચા આપવાનું કામ કરીશ.
ક્ષ રાજકારણમાં જે હેતુથી આવ્યું છે તે કામ હવે સમાજસેવાના ‚પે કરીશ.
* રાહુલ ગાંધીને મળવું ગમશે, બોલાવશે તો મારી વાત રજુ કરીશ.
* રાહુલ ગાંધી સિવાય તમામ નેતાઓને મારી વાત પહોચાડી છે.
* પાર્ટી લાઇન વિ‚ધ્ધ કામ કરતા લોકોને કોંગ્રેસ સાચવે છે તે નુકસાન કોંગ્રેસ પાર્ટીને જાય છે.
* મારા પ્રશ્રો સાચા અને સચોટ છે એટલે હવે શકય નથી લાગતું મને મનાવે.