રાજનીતિની ‘રામાયણ’ મોરારિબાપુને મળશે રાહુલ ગાંધી !

અમદાવાદ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતન બે દિવસની મુલાકાતે આવશે. લોકસભા ચૂંટણીની રણનીતિના ભાગ‚પે ૧૬ અને ૧૭ જુલાઈ એમ બે દિવસ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનું આયોજન કરાયું છે. રાહુલ ગાંધી આ બંને દિવસ સૌરાષ્ટ્રની મુલાકાત લેશે. જ્યાં ખેડૂતો અને કામદારો સાથે મુલાકાત કરશે.. તેઓ ભાવનગરના મેથળા બંધારાની મુલાકાત લઈને ખેડૂતો સાથે ચર્ચા કરશે. તો અલંગ શિપબ્રેકીંગ યાર્ડની પણ મુલાકાત
લઈને અહીંના કામદારો અને વેપારીઓ સાથે સંવાદ કરશે.
અમરેલીના ધારી જંગલમાં માલધારીઓ સાથે મુલાકાત કરશે.. તો એવી પણ શક્યતા છે કે રાહુલ ગાંધી કથાકાર મોરારી બાપુ સાથે પણ મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવશે. આ એક રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક ગણી શકાય છે. રાહુલ ગાંઘી આવે ત્યારે કનુભાઈ કલસરિયા પણ કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. હાલમાં કોંગ્રેસમાં સખળડખળ વધી છે. કોંગ્રેસીઓ ભાજપમાં જવા ઉતાવળા બન્યા છે. આ સમયે રાહુલની મુલાકાત ઘણી સૂચક છે.
ઇન્દ્રનીલે કોંગ્રેસને બાયબાય કરી દીધું છે. કદાચ ઇન્દ્રનીલને મનાવવામાં રાહુલ સફળ પણ રહી શકે છે. આમ લોકસભાની ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીએ ખાસ કરીને ગુજરાત પર ફોક્સ કરી રાખ્યું છે. ગુજરાત એ મોદી અને અમિતશાહનું હોમગ્રાઉન્ડ છે. ગત લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠક ભાજપને મળી હતી. આ વર્ષે માત્ર ૧૫ બેઠક મળે તેવી સંભાવના વચ્ચે કોંગ્રેસે ૧૦ બેઠકો મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.