શેરબજારે પાંચ મહિના બાદ ૩૬ હજારની સપાટી વટાવી

રાજકોટ તા.૧૦
ભારતીય શેરબજારે પાંચ મહિના બાદ આજે ૩૬ હજારનો આંકડો પાર કરતા રોકાણકારોમાં રાહતની લાગણી ફેલાયેલ છે.
ગઇકાલે સેન્સેક્સે ૨૭૭ પોઇન્ટની છલાંગ લગાવ્યા બાદ આજે સવારે બજાર ખૂલતાની સાથે જ ૧૮૭ પોઇન્ટ ઉંચકાતા સેન્સેક્સે પાંચ મહિનાની ઉંભી ૩૬૧૨૪ની સપાટી ક્રોસ કરી હતી.
નિફ્ટી પણ સવારે ૫૫ પોઇન્ટ ઉંચકાતા ૧૦૯૦૮ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતોે. બેંકનિફ્ટી પણ ૧૭૭ પોઇન્ટ ઉંચકાતા ૨૬૯૦૬ના સ્તરે ટ્રેડ કરતો હતો.
છેલ્લા પાંચ મહિનાથી ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણો પાછા ખેંચાતા બજાર મંદિમાં પટકાયું હતું પરંતુ છેલ્લા બે દિવસથી વિદેશી રોકાણકારોએ ભારતીય ઇકવીટીછ માર્કેટમાં ફરી ખરીદી શ‚ કરતા બજારમાં કરન્ટ દેખાયો છે.
આ ઉપરાંત છેલ્લા બે દિવસથી વૈશ્ર્વિક સ્તરે શેરબજારમાં સુધારો જોવા મળી રહ્યો છે તેના કારણે પણ ભાતિય બજારોને ટેકો મળ્યો છે.
આજે સવારે સેન્સેક્સ-નિફ્ટી સાથે સ્મોલકેપમાં પણ ૧૩૯ પોઇન્ટ અને મિડકેપ ઇન્ડેક્સમાં ૧૧૨ પોઇન્ટનો સુધોરો જોવાયો હતો.