અકસ્માતની સંભાવના ઘટાડવા નવી ટેક્નિકના હાઇ-વે બનાવાશ

નવીદિલ્હી તા,૧૦
ભારતમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં સતત વધારો થતાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે...હવે ખાસ ટેકનોલોજીની મદદથી રોડ તૈયાર કરવામાં આવશે જેનાથી રોડ અકસ્માત થવાની સંભાવના ઘટશે...રોડ પર ખાડા પડવા, ઠેર ઠેર પાણી ભરાઈ જવા જેવી અનેક સમસ્યાથી મુકિત મળશે...અને તેના માટે ખાસ ફોર્મ્યુલા તૈયાર કરાઈ છે.
ભારતમાં દિવસેને દિવસે રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાને લઈને હવે નવી ટેકનોલોજીથી રોડ બનાવવામાં આવશે. જે અતર્ગત યોજના તૈયાર કરાઈ છે. હવે હાઈવે પર વાહનચાલકે માત્ર સ્પીડ પર ધ્યાન આપવું પડશે. બાકી રોડ પર ખાડો આવશે કે પછી પાણી ભરેલા હશે તેવો ભય નહીં રહે. જેને લઈને ખાસ ટેકનોલોજી બટૂમેન ઈમલસન માઈક્રો સરફેસિંગથી રોડ બનાવાશે.
(અનુસંધાન પાના નં.૧૦) સૂત્રોના મતે આ રીતથી રોડ બનાવવામાં ખર્ચો પણ ઓછો થશે અને તેની ગુણવત્તા વધારે સારી હશે. જૂના રસ્તાની ૭૦ ટકા સામગ્રી નવા રસ્તા બનાવવામાં ઉપયોગમાં લેવાશે. ઉપરાંત આ રસ્તાઓ બિલકુલ પ્રદૂષણ મુકત હશે. આ નવી ટેકનિકને સેન્ટર રોડ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ અને ઈન્ડિયન રોડ કોંગ્રેસના વૈજ્ઞાનિકોએ શોધી છે.
બોકસ
નવી ટેકનિક કેવી હશે?
નવા રસ્તા બનાવવાની ટેકનીકમાં હાલ સમસ્યા છે કે પૂરતી માત્રામાં કોક્રિટ ઉપલબ્ધ નથી. અને આ રોડ બનાવાવમાં ઉપયોગમાં લેવાની તમામ સામગ્રી નવી લેવી પડે છે. જયારે રસ્તો બને છે ત્યારે હવાનું પ્રદૂષણ થાય છે. પરંપરાગત ટેકનિકથી સમય પણ વધારે લાગતો હતો. સીઆરઆઈના પૂર્વ વૈજ્ઞાનિક ડોક્ટર પી.કે. જૈને કહ્યું કે, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સફર એન્ડ હાઈવેએ આ ટેકનોલોજી સંબંધિત માહિતી તમામ રાજ્યોને મોકલી છે. અને હવે નવા રોડ રસ્તા આ મુજબ તૈયાર કરવાની સૂચના પણ અપાઈ છે.
સૌ પ્રથમ ઉત્તરપ્રદેશે આ ટેકનિકનો પ્રયોગ કર્યો હતો. યુપી સરકારે તમામ મુખ્ય હાઇવે પ્રોજેક્ટને આવા રીતે બનાવવા માટે સૂચનાઓ આપી છે. બાદમાં દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના ઘણાં અન્ય રાજ્યો હવે આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ ટેકનિક કેટલા અંશે સફળ થશે તે આવનાર સમયમાં બહાર આવશે.