થાનમાં સિરામિક એકમોની હડતાલ સમેટાઈ

વઢવાણ, તા. 10
ભાજપના આગેવાનોએ તમમ પ્રશ્ર્નો ઉકેલવાનું આશ્ર્વાસન આપતા થાન સીરામકની હડતાલ 10 ના બદલે 8 દિવસમા સમેટાઈ જતા એકમો ધમધમતા થયા હતાં.
તા.1/7 થી થાન સીરામીકના 300 થી વધુ એકમો તેમના પ્રશ્ર્નોની માંગણીના કારણો હડતાલ ઉપર હતા સરકારી તિજોરીને કરોડો રૂપીયાની ટેકસની આવક ગુમાવવી પડી છે. ત્યારે થાન પાલીકાના પ્રમુખ વિજયભાઈ ભગત અને શહેર ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ ખાચર દ્વારા સીરામીક ઉદ્યોગની હડતાલ અંગે ગાંધીનગર મુખ્યમંત્રીને રજુઆત કરાઈ હતી.
સીરામીક ઉદ્યોગકારોને તમામ પ્રશ્ર્નોનુ નિરાકરણ લાવવાની ખાત્રી આગેવાનોને અપાતા આજે થાન સીરામીક એસોસીએશનના પ્રમુખ સુરેશભાઈ સોમપુરા કીર્તીભાઈ મારૂ આસનદાસ કીરીટભાઈ પ્રજાપતિ, શાંતિલાલ પટેલ સહિતના આગેવાનો આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળી વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરશે.