મૂળીના દુધઈ ગામે ફાયરિંગ: ગોળી વાગવાથી બકરીનું મોત

વઢવાણ, તા. 10
મુળીના દુધઈ ગામે અહીં પશુ કેમ ચરાવે છે તેમ કહી ફાયરીગ કરાતા ગોળી વાગતા બકરીનું થતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. મુળી તાલુકાના સોમાસર ગામે શનિવારે ફાયરીંગ થયાની શાહી સુકાઈ નથી ત્યાં મુળીના દુધઈ ગામે સીમમા માલધારીઓ પોતાનુ પશુ ચરાવી રહ્યા હતા ત્યારે ગામના શખ્સે અહી પશુ કેમ ચરાવો છે તેમ કહી બોલાચાલી કર્યા બાદ ફાયરીગ કરવામા આવતા નાસભાગ મચી ગઈ હતી. આ ગોળીબારમાં બકરીને ગોળી વાગતા તેનુ મોત થયેલ હતુ આ અંગે મુળી પીએસઆઈ ડીબી ઝાલાએ જણાવ્યુ કે આ બનાવની જોણ થતા અમે સ્થળ તપાસ કરવા ગયા ત્યારે બકરી મરેલ પડી હતી બકરી મરીએ વાત સાચી છે પરંતુ ફાયરીંગ છે કે કેમ તેની તપાસ ચાલુ છે.