પૃથુગઢ દારૂ પ્રકરણમાં ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઈ અને એચસી સસ્પેન્ડ

ધ્રાંગધ્રા તા.10
ધ્રાગધ્રા તાલુકાના પથૃગઢ ગામે આર.આર.સેલ દ્વારા ઝડપી પડાયેલ દારુના જથ્થા પ્રકરણમાં તાલુકા પીએસઆઇ તથા હેડકોન્સ્ટેબલ સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે.
ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની હદમા ચાલતા દેશી-વિદેશી દારુના વેચાણથી સમગ્ર ધ્રાગધ્રા પંથકમા દારુબંધી માત્ર નામની જ હોય તેવુ લાગતુ હતુ ત્યારે હાલમાજ રાજકોટ રુલર પોલીસ દ્વારા ધ્રાગધ્રા તાલુકાના પથૃગઢ ગામે વિદેશીદારુનો મોટો જથ્થો ટ્રકમાથી ખુલ્લેઆમ કટીંગ થતો ઝડપી પાડી તાલુકા પોલીસની વિદેષીદારુમા સાંઠગાંઠ ઉજાગર કરી હતી. આર.આર.સેલ દ્વારા દરોડામા એક ટ્રક, બે કાર સહિત વિદેશીદારુ સાથે કુલ 65 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો આ મુદ્દામાલમા જપ્ત થયેલી ક્વાલીસ કાર પણ પોલીસની હોવાની શંકાથી આ તરફ તપાસ શરુ કરાઇ હતી. આ તરફ આર.આર.સેલ દ્વારા દરોડો કરી મોટા પ્રમાણમા પકડી પાડેલ દારુના જથ્થા મામલે ધ્રાગધ્રા તાલુકા પોલીસ પર પણ શંકા ઉદવી હતી. જે મામલે ધ્રાગધ્રા તાલુકાના હેડ કોન્સ્ટેબલ ગૌતમરાય રતિલાલ ભાવશાર તથા પીએસઆઇ એ.એમ.વાઘને સસ્પેન્ડ કરવાનો હુકમ ફરમાયો હતો. જ્યારે આર.આર.સેલના અધિકારી દ્વારા જણાવ્યા અનુશાર જે તે સમયે પથૃગઢ ગામે દરોડો કરતાની સાથે જ ધ્રાગધ્રા તાલુકા પીએસઆઇ એ.એમ.વાઘ તુરંત ઘટના સ્થળે પહોચી જતા તેઓના પર પણ શંકાની સોય ઉદભવી હતી. ત્યારે હાલ તો ધ્રાગધ્રા તાલુકાના હેડકોન્સ્ટેબલ જી.આર. ભાવસારને સસ્પેન્ડ કરી પીએસઆઇ એ.એમ.વાઘને પણ સસ્પેન્ડ કરવાની તજવીજ શરુ કરાઇ હોવાની વિગતો પ્રાપ્ત થઇ હતી.