ધ્રાંગધ્રામાં ઈનામી ડ્રોના નામે લોકોને ખંખેરતા ટીકીટ સંચાલકની ધરપકડ

ધ્રાંગધ્રા તા,10
ધ્રાગધ્રા શહેરમા વધુ એક ઇનામી ડ્રોના નામે છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમા આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમા ધ્રાગધ્રા શહેરમા યોગી ગ્રુપ મંડળ નામની ઇનામી ડ્રોની ટીકીટો લોકોને પધરાવી દર મહિને રુપિયા 1100 જેટલો હપ્તો લોકો પાસેથી લઇ બાદમા છ મહિનાની અંદર જે તે ગ્રાહકોને રુપિયા 28000 જેટલી રકમ આપવામા આવશે તેવી જાહેરાત કરી હતી તદ્દન ખોટી રીતે રુપિયા કમાવવાની લાલચ અને લોકોની મહેનતના રુપિયા હડપ કરવાની પ્રવૃતિ વધુ સમય સુધી ન ચાલતા યોગી ગ્રુપ મંડળ ઇનામી ડ્રોની ટીકીટ ખરીદનાર ઉમેશભાઇ ભીખાભાઇ સોલંકી દ્વારા પણ પોતે ઇનામી ડ્રોની ટીકીટ ખરીદી હતી જે ટીકીટના રેગ્યુલર દર મહિને 1100 રુપિયાના એમ કુલ 6600ના છ હપ્તા ટીકીટના સંચાલક અનીલ નાનુભાઇ ગોવાણીને ભરપાઇ કર્યા બાદ ટીકીટના નિયમો અનુશાર 28000ની લોન લેવા જતા ટીકીટના સંચાલક અનીલ ગોવાણી દ્વારા હાથ અધ્ધર કરાયા હતા જે બાદ ટીકીટ ખરીનાર ગ્રાહક ઉમેશભાઇ સોલંકી પોતે છેતરાયા હોવાનો અહેશાસ થતા તેઓએ તુરંત ધ્રાગધ્રા સીટી પોલીસ ખાતે ઇનામી ડ્રો ટીકીટના સંચાલક અનીલ નાનુભાઇ ગોવાણી વિરુધ્ધ લેખીત અરજી આપી હતી જે સંદભેઁ ટીકીટના સંચાલકની ધરપકડ કરી તેઓની પુછપરછ હાથ ધરી અટકાયતી પગવાની તજવીજ શરુ કરાઇ છે.