જીવનની પ્રત્યેક ક્ષણ એક અવસર

પળોનો અવસર અને અવસરની પળો... મરણપથારી એ
પડેલા મા બાપ એ સંતાનો માટે સેવાનો અને આખી જિંદગી જેમના ઉપકાર તળે જીવ્યા તેમનું ઋણ ચૂકવવાનો અવસર છે મા બાપ ને ઘરે
મોટી થયેલી દીકરી પરણીને સાસરે જાય છે ત્યારે પિયરના સંસ્કારો ને દીપાવવાનો સોનેરી અવસર છે ગુજરાત મિરરના વાચકો સાથે વાત કરવા નો અવસર "અવસરના માધ્યમથી મળ્યો છે આમ તો મનુષ્ય જન્મ જ એક અવસર છે એક તક છે જીવી જવાની ...નહિ કે મૃત્યુ ની રાહ જોઈ જિંદગી ને નિભાવવાની ! જીવન ની પ્રત્યેક ક્ષણ એક અવસર છે...
સુનિલ ગાવસ્કર ને કોઈએ પૂછયું હતું કે તમને લોકો રન મશીન કહે છે તમે આટલા બધા રન કરો છો કઈ
રીતે ? થાકતા નથી ? તો ભારત ના આ મહાન બેટસમેને જવાબ આપ્યો હતો ‘I treat every ball as a fresh ball " !!!
જે દરેક દડા ને પહેલો બોલ સમજી પૂરી તાકાત થી સમજદારી પૂર્વક રમે છે તેને રન કરવાનો થાક ક્યાંથી લાગે? ક્રિઝ પર ટકી રહેવું આસાન બને અને આઉટ થવું અઘરું ! ખરું ને ? જીવન નુ પણ કંઇક આવું જ છે. જિંદગીની રમત મા દરેક ક્ષણ એક નવી તક છે તેમ સમજી તેને રમવામાં આવે, માણવામાં આવે, સમજદારી પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે ક્ષણ વિરલ ક્ષણ બની જાય છે સિદ્ધ થઇ જાય છે અથવા યાદગાર ક્ષણ બની જાય છે. કારણકે આવી જીવાય ગયેલી ક્ષણો નો સરવાળો એટલેજ જીવન. સાધકો ને માટે આ એક એક ક્ષણ કેવળ ઇશ્ર્વર સ્મરણ માટે છે અને ચૂકાઈ ગયેલી ક્ષણો મરણ છે! સંઘર્ષ કરનાર ને માટે દરેક ક્ષણ એક તક છે અને જે પળ ની પૂરેપૂરી કદર થાય છે તે સંઘર્ષમય પળ સિધ્ધ મા પરિણમે છે. બાળકો માટે દરેક ક્ષણ આનંદ ઉલ્લાસ અને મસ્તી છે તો યુવાનો માટે તેની દરેક ક્ષણ તેના ભવિષ્ય ની ઝળહળ કારકિર્દી તરફ લઈ જતી કેડી છે, કલાકાર માટે આજની ઘડી રળિયામણી છે. જે ઘડીએ તે શીલ્પ ને ઘડે છે,કોઈ છંદ રચાય છે,પદ રચાય છે ચિત્રમા રંગ પૂરાય છે, ગઝલ મા રદિફ અને કાફિયા લખાય છે, કોઈ પત્રકાર જે ઘડીએ સમાજ ને જગાડે છે તો કોઈ થાકેલ મજૂર કામ કરીને સંતોષ થી સૂઈ જાય છે....
પળે પળે પરસેવો પડે પળ પળે પળે ખર્ચાય છે,
પળે પળ શ્ર્વાસ ધબકે
ને પળે પળ જીવાય છે.
ભલેને દરેક પળ યાદગાર ન હોય પણ દરેક પળ પાસે પોતાનું કૌવત છે! ઓળખ છે. ફરક એટલો છે કે પળ ચૂકાઈ જાય છે તે વેડફાઈ છે. અલબત્ત બળુકી પળો પણ અવહેલના પામે ત્યારે ઇન્ફિરિટી ભજ્ઞળાહયડ્ઢ અનુભવે છે!
અને નિરાશ થઇ જાય છે પરંતુ ત્યારે બીજી કોઈ નવીન પળે સૂર્યોદય થાય છે સવાર પડે છે ને અજવાળું થાય છે અને તાજી પળો ગજબની સ્ફૂર્તિ જગાડે છે.કેટલીક ક્ષણો ખૂબ ઝડથી પસાર થઇ જતી હોય તેમ લાગે છે જેમકે નવપરિણીત યુગલ ની મિલન ની પળો ! મિત્રો ની મહેફિલો મા કલાક કલાક ની પળો હોય છે ! અને તે પણ તોફાની! કોઈ યોગી ની સમાધિ નો સમય ઘડિયાળ ના માપદંડ થી ઘણો મોટો પરંતુ આત્મનુભૂતી પામનાર યોગી માટે પલક ઝબક હોય છે! આપણી ગુજરાતી ભાષામાં "અવસર એટલે પ્રસંગ, ઘટના, અથવા શુભ સમય....
આવો આજે આપણે અવસર ને ઓળખીએ...
મરણપથારી એ પડેલા મા બાપ એ સંતાનો માટે સેવાનો અવસર છે આખી જિંદગી જેમના ઉપકાર તળે જીવ્યા તેમનું ઋણ ચૂકવવા નો અવસર છે. આખુય જીવન સંતાનો ને સુખી કરવામાં ખર્ચી નાખ્યું તે જનક જનની ને થોડો સમય થોડોક સહેવાસ અને થોડીક સેવા થકી સંતોષ આપવાની તક છે. આખું વરસ અભ્યાસ કર્યા પછી આવતી વાર્ષિક પરીક્ષા એ જ્ઞાનપ્રાપ્તિ ની મુલવણી નો અવસર છે .એક મહિનો રિહર્સલ કર્યા પછી પ્રેક્ષકો સમક્ષ ભજવાતું નાટક એ કલાકાર માટે કિરદાર નિભાવવા નો અવસર છે .મા બાપ ને ઘરે મોટી થયેલી દીકરી પરણીને સાસરે જાય છે ત્યારે પિયર ના સંસ્કારો ને દીપાવવાનો સોનેરી અવસર છે નોકરી મળ્યા નો ફાાજ્ઞશક્ષળિંયક્ષિં હયિિંંયિ.
એ મેળવેલી ડીગ્રી ની સત્યતા સાબિત કરવાનો મોકો છે. લશ્કરમા ભરતી થયાં પછી અને કેટલોય સમય ટ્રેનિંગ લીધા પછી દેશની રક્ષા કાજે યુદ્ધ મા દુશ્મનો સામે લડવાનો અવસર દરેક સૈનિક નું સ્વપ્ન હોય છે. ભોજન કરવામાં જેમણે વશલવયતિં સીમાચિહ્નો સ્થાપ્યાં છે તેવા બાહુબલી ભીમ ને માટે અગિયારસ નો ઉપવાસ કરવો ભવફહહયક્ષલય છે અને એક અવસર છે અને ભીમ એ અવસર ને નકોડી (પાણી પણ પીધા વગર) અગિયારસ કરી એટલી તો યાદગાર બનાવે છે કે અગિયારસ તો ઘણાં કરે છે પણ જે અગિયારસ ભીમે કરી તે ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે !! આમ ક્ષણો અમર બની જાય છે. ઘણીવાર એવું
લાગે છે કે આ અવસર ની પળો છે કે પળો નો અવસર છે ?!!!!!
રિસાઇ ગયેલી પત્ની ને મનાવવા લઈ જવાતી "મોગરાની વેણી" પણ પ્રસન્ન દાંપત્યનો અનન્ય અવસર છે અને શિક્ષક ના ઠપકા નો ભોગ બન્યા પછી વર્ગ મા સહાધ્યાયી અને શિક્ષક ની "દાદ મેળવવા માટે કરેલી તનતોડ મહેનતની ક્ષણો ઓછી મૂલ્યવાન નથી. કોઈક હારી ગયેલા, નિરાશ થયેલા કે નાસીપાસ થયેલા મિત્રના ખભે હુંફાળો હાથ મૂકી હિંમત આપનારી ક્ષણો ખરેખર જીગરી અવસર છે.સત્ય ને ટેકો આપવા માટે કરવામાં આવતો નાનકડો પ્રયત્ન પણ મોટો અવસર છે તો અસત્ય સામે હિંમતપૂર્વક ઉઠાવવામાં આવેલો એક અવાજ પણ ઓછો તાકતવર નથી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા આવા સાચુકલા અવસરો થી ઉભરાય છે. દરેક અઠવાડિયે એકાદ અવસર ને ઉજાગર કરવા પ્રયત્ન કરીશું અને સાચા અર્થમાં અક્ષર ના અજવાળે જિંદગી ને જોવાનો આરંભ કરીશું "અવસર"ના ઉંબરે !