મેડિકલ-ડેન્ટલના મોક રાઉન્ડમાં જ ‘હાઉસફુલ’

મેનેજમેન્ટ ક્વોટા પણ ફુલ : આજથી ફાઈનલ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ રાજકોટ તા,2
મેડિકલ-ડેન્ટલના મોક રાઉન્ડમાં તમામ બેઠકો ભરાઈગઇ છે અને મેનેજમેન્ટ ક્વોટા પણ ફુલ થઇ ગયો છે. મેડિકલમાં સરકારી કોલેજોમાં 699 મેરિટ રેન્ક પર અને ખાનગી કોલેજોમાં જનરલ ક્વોટામાં 1808 મેરિટ રેન્ક પર પ્રવેશ અટક્યો છે. આજથી ફાઈનલ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૂ થશે.
મેડિકલ અને ડેન્ટલમાં આજે સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા મોક રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામા આવ્યુ છે.જેમાં મેડિકલ અને ડેન્ટલની તમામ બેઠકો ભરાઈ ગઈ છે.આ વર્ષ મોક રાઉન્ડમાં જનરલ ક્વોટા સાથે મેનેજ મેન્ટ ક્વોટાની પણ તમામ બેઠકો ભરાઈ જતા એક પણ બેઠક ખાલી રહી નથી.
મેડિકલ-ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી-નેચરોપેથી સહિતની પાંચ બ્રાંચમાં પ્રવેશ માટે મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાયેલા મેરિટ લિસ્ટમાં આ વર્ષે 20757 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.આ વિદ્યાર્થીઓ માટે 29મીથી મોક રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૃ કરાયુ હતુ અને જે 30મીએ પુરુ થયા બાદ 1લીએ મોક રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામા આવ્યુ છે. મેડિકલમાં સરકારી કોલેજોની તથા ખાનગી કોલેજોની જનરલ ક્વોટાની બેઠકો સાથે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો પણ ભરાઈ ગઈ છે.
સરકારી કોલેજોમા ઓલ ઈન્ડિયા ક્વોટાને બાદ કરતા 85 ટકા બેઠકો અને ખાનગી કોલેજોની જનરલ ક્વોટા તાથે મેનેજમેન્ટ ક્વોટાની અને એનઆરઆઈ ક્વોટાની બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે. આ વર્ષે મેડિકલની 3850માંથી ઓલ ઈન્ડિય ાક્વાોટાની 193 બેઠકો અને ડેન્ટલની 1155 બેઠકોમાંથી 30 બેઠકો બાદ કરતા બાકીની તમામ બેઠક ફાળવી દેવાઈ છે.જો કે હજુ પણ 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ ચોઈસ ભરવાં છતા પ્રવેશ મેળવી શક્યા નથી. મેડિકલમાં સરકારી કોલેજોમાં 699 રેન્ક પર પ્રવેશ અટક્યો
મેડિકલમાં આ વર્ષે સરકારી કોલેજોમાં 699 મેરિટ રેન્ક પર પ્રવેશ અટક્યો છે જ્યારે ખાનગી કોલેજોમાં જનરલ ક્વોટામાં 1808 મેરિટ રેન્ક પર અને મેનેજમેન્ટ ક્વોટામાં 2551 રેન્ક પર પ્રવેશ અટક્યો છે. ગત વર્ષે રાજ્યની સૌથી મોટી સરકારી અને સૌથી જુની એવી અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં 163 મેરિટ રેન્ક પર પ્રવેશ અટક્યો હતો જે આ વર્ષે 155 પર અટકતા મેરિટ 8 મેરિટ રેન્ક જેટલુ ઊંચુ ગયુ છે. મોક રાઉન્ડના એલોટમેન્ટ બાદ આજે 2જી તારીખથી ફાઈનલ પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૃ થઈ જશે.