સમગ્ર વિશ્ર્વ સોશિયલ મીડિયાના સકંજામાં

સોશિયલ મીડિયા: આ કાંઠે તરસ, આકંઠ પેલે પાર... સોશિયલ મીડિયાના કારણે લોકો એક આભાસી વિશ્ર્વમાં જીવવા લાગે છે અને હકીકતનો સામનો કરવાના સમયે નાસીપાસ થઈ જાય છે મનુષ્ય એક વસ્તુનો અતિરેક કરીને હાથે કરીને ખાઈમાં ખાબકે છે, આજે લોકો તેના અમર્યાદિત ઉપયોગથી મનોરોગી બની રહ્યા છે તેમજ અનેક નકારાત્મક પરિણામો ભોગવી રહ્યા છે વિશ્ર્વના દરેક સ્થળની, વિષયની તેમજ નવી બનતી ઘટનાની માહિતી ‘એક કલીક’ દ્વારા મેળવી શકાય છે અને વીડિયો દ્વારા માહિતીનું આદન-પ્રદાન પણ કરી શકાય છે. ક્ષ ભાવના દોશી
તાજેતરમાં યુપીના એક નાના ગામમાં ચા વેંચવા વાળા સામાન્ય માણસની બારમા ધોરણમાં ભણતી દીકરીને 3.8 કરોડની સ્કોલરશીપ મળી. જેના દ્વારા તે ઝળહળતી કારકીર્દી બનાવી શકશે. આ ફકત સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા જ શકય બન્યું હતું.
- રાજકોટમાં એક મેડિકલ સ્ટોરમાં વોટસએપ દ્વારા ઘરે દવા પહોંચાડવામાં આવે છે.
- પોલીસ ખાતા દ્વારા એક એપ વિકસાવવામાં આવી છે. જેમાં કોઈપણ મહિલા પોતાના નંબર રજિસ્ટર્ડ કરાવીને. આફતના સમયે ફકત એક મિસકોલ કરે તો નજીકના સ્થળેથી મદદ પહોંચી જાય છે.
આ બધા જ ઉદાહરણો સોશિયલ મીડિયાના ફાયદા જણાવે છે પરંતુ તાજેતરમાં દ્વારકામાં જે ઘટના બની, જે અફવા ફેલાઈ તેનો ભોગ અનેક લોકોએ બનવુ પડ્યુ હતું. આવા તો અનેક ઉદાહરણો છે. જેમાં સોશિયલ મીડિયાનો બેફામ અમર્યાદિત ઉપયોગના કારણે બ્લેકમેલ, પજવણી, અફવા ફેલાવવી વગેરે અનેક અસામાજીક કાર્યો થાય છે. સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ અને વિવિધ માધ્યમોના ફાયદા અગણિત છે. છતાં શા માટે મનુષ્ય હાથે કરીને પોતાના પગ પર કુહાડો મારે છે.
વર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. મોબાઈલ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાએ વિશ્ર્વના લોકોને એકબીજાની નજીક લાવી દીધા છે. આ બધામાં છેલ્લા થોડા વર્ષોમાં સોશ્યલ મીડિયાનું નામ જેના દ્વારા સમાચારો દુનિયામાં બનતા બનાવો, રાજકીય શૈક્ષણિક માહિતી સંદેશાની આપલે તેમજ કોઈ બનાવની જાણ ચપટી વગાડતામાં જ દુનિયાના ખુણે ખુણે થઈ જાય છે.
દરેક નવી શરૂઆત ફાયદા માટે જ થતી હોય છે પરંતુ આપણે સ્વાર્થી મનુષ્ય તેનો અતિરેક ફરીને હાથે કરીને તેના જોખમી પરિણામો
નોતરીએ છીએ.
ભક્તિરસથી લઈને કુકિંગ, સ્પોર્ટસ, યોગ, વિજ્ઞાન, હેલ્થ, સ્પેસ દરેકે દરેક વિષયનું અજાયબ વિશ્ર્વ અહીં રચાયેલ છે. બસ આ કાળા માથાના માનવીએ નકકી કરવાનું છે કે તેનો સદ્ઉપયોગ કરી ફાયદો મેળવવો કે પછી દુરઉપયોગ કરીને નુકશાનની ખાડીમાં ખાબકવું.
સોશ્યલ મીડિયાના બંધાણી બની અનેક લોકો રોગી અને મનોરોગી થઈ ગયા છે. શારિરીક માનસિક રીતે પાંગળા બની ગયા છે. સોશિયલ મીડિયાએ બેધારી તલવાર જેવુ છે. જેનો જરૂરિયાત માટે ઉપયોગ કરતા કરતા આપણે તેના બંદી બની જાય છીએ. એનો એક જ ઉપાય છે. સમજણપૂર્વક મર્યાદાથી સારા નરસાનો વિચાર કરીને તેનો ઉપયોગ કરવો. સામાજિક ખતરાનો ઘંટ વાગી ચુક્યો છે ત્યારે આપણે તેનો સમજણપૂર્વકનો અને સકારાત્મક ઉપયોગ તરફ વળવું જરૂરી નહીં પણ અનિવાર્ય બની ગયું છે અમેઝિંગ સોશિયલ મિડીયા નવા મિત્રો બનાવી શકો છો અને જુના મિત્રોને શોધી શકો છો. અહીં લગ્નવિષયક યોગ્ય જીવનીસાથી પણ શોધી શકાય છે.
વિવિધ કંપનીઓને ઉમેદવારો મળી રહે છે અને ઉમેદવારોને આ માધ્યમથી નોકરી મળી રહે છે.
પોતાના રસના વિષયના અન્ય લોકોને સરળતાથી શોધી તેની સાથે વિચારોની આપ-લે કરી શકાય છે.
બિઝનેસનો વ્યાપ વધારવા માટે ઉત્તમ માધ્યમ છે માર્કેટીંગ કરવા માટે અદ્ભૂત સોર્સ છે.
અગત્યના બનાવો રાજકીય ફેરફાર, અકસ્માત, કુદરતી આફતો જેમાં ખુબ અગત્યની ભૂમિકા ભજવે છે.
ગૃહિણી હોય કે વિદ્યાર્થી હોય, યુવાન હોય કે વૃદ્ધ, ડોક્ટર, શિક્ષક, વૈજ્ઞાનિક, સાયન્ટીસ્ટ દરેકને પોતાને ઉપયોગી માહિતી મળી રહે છે.
વિદેશ વસતા સ્વજનનો હવે ફ્કત અવાજ નહીં પણ આંખોથી જોઇએ નજીક અનુભવી શકશો.
જીપીએસઇના માધ્યમથી ભૂલાયેલા અને અજાણ્યા લોકો પોતાનો રસ્તો શોધી શકે છે.
ઓનલાઇન વ્યવહારોએ જીવન ઘણું જ સરળ કરી નાખ્યું છે જેમકે ટિકીટ બુકીંગ, ઓનલાઇન ખરીદી, બેંક વ્યવહાર.
વૃદ્ધો નિરાંતે પોતાને મનગમતા વિષયો જોઇએ સરસ રીતે સમય પસાર કરી શકે છે.
પોતાના વિચારો સ્વતંત્રતા પૂર્વક રજુ કરી શકાય છે. સોશિયલ મીડિયાથી.... સાવધાન
કોઈપણ નવી શોધ મનુષ્યના લાભ ફાયદા માટે હોઈ છે પરંતુ આપણે કૈક નવું અને અલગ અને ઘણી વખત લોકોમાં પોતાની ઇમેજબનાવવા સોશિયલ મીડિયામાં જાત જાતના અખતરા કરતા હોય છે પરંતુ આ પ્રકારના અખતરા ક્યારેક ઘાતક, જીવલેણ અને મુશ્કેલીમાં મૂકી દે છે અથવા મુશ્કેલી ઉભી કરે છે
લોકો પ્રોફાઈલમાં પોતાના પિક્ચર કે બાળકોના ફોટોસ કે કોઈ ઇવેન્ટના મુકતા હોય છે જે બિલકુલ યોગ્ય નથી કારણ કે તમારા ફોટાનો દૂરઉપયોગપણ થઇ શકે છે.
સોશિયલ મીડિયાને કારણે તમારું લોકેશન ઓન હોય તો તમે ક્યાં છો ? એ સ્થળ ક્યુ છે તેની જાણકારી પણ મળી શકે છે અને આ બાબત ક્યારેક તકલીફ ઉભી કરી દે છે.
અંગત ફોટોગ્રાફ કે કોઈ પ્રસંગના ફોટોગ્રાફ્સ કે વિડીયો શેર કરવાથી તેના પરથી ઘર તેમજ આર્થિક પરિસ્થિતિ વગેરે વિષે માહિતી મળી શકે છે જે યોગ્ય નથી.
સેલ્ફી લેવામાં ક્યારેક વી ફોર વિક્ટરી દેખાડવાના તમારી ફિંગર પ્રિન્ટ લોકો લઇ શકે છે અને તેનો દુરુપયોગ
પણ થઇ શકે છે.
અજાણ્યા વ્યક્તિ કે સંસ્થા સાથે તમારી માહિતી શેર ન કરો તેમજ ચેટ દ્વારા સંબંધ આગળ ન વધારો
સોશિયલ મીડિયાના બેલગામ ઉપયોગથી એડીક્શન એટલેકે ટેવ,
બંધાણ થઈ જાય છે અને એ એટલી હદે હોય છે કે સારવાર લેવી પડે છે.
તેથી અમુક એપ આવે છે જેમાં સાંજ પછી મોબાઈલ બંધ કરી
શકાય તેનો ઉપયોગ કરી શકાય. આ પ્રકારના સંદેશાથી દૂર રહીએ... ખોટી અફવા ફેલાવીને લોકોમાં ડર અને પરેશાની ફેલાવીને અસમાજિક તત્વો વિકૃત આનંદ લે છે.
ભગવાનના અમુક નામ શેર કરવાથી ફાયદો થશે અને જો નહીં કરો તો નુકસાન થશે એવા મેસેજથી ડરપોક લોકોમાં ભય ઉભા થાય છે.
કોઇ બ્લડ ગ્રુપની જરૂર છે કે બાળક ખોવાયું છે વગેરે જેવા અનેક મેસેજ ખરાઇની જાણ કર્યા વગર લોકો ફેલાવે છે.
જુદાજુદા નામના ફેક એકાઉન્ટ ખોલીને સામેની વ્યકિતની માહિતી જાણવાનો તેમજ છેતરવાનો પ્રયાસ થાય છે.
કયારેક દેશ લગતી વાત ફેલાવવામાં આવે છે જે ખરેખર નુકસાન સાબિત થાય છે.
વ્યકિતએ પોતાની અંગદ માહિતી તેમજ ફોટોગ્રાફસ સોશ્યલ મીડિયા પર ન મુકવા જોઇએ.
જુદા જુદા ક્ષેત્રના સેલિબ્રિટી વિશેની મૃત્યુની, લગ્નની જાહેર ક્ષેત્રમાંથી નિવૃતીની વગેરે અનેક અફવા વિકૃત મગજના લોકો ફેલાવે છે.
આ બધામાં ભાગીદાર ન બનીને એ એક સંદેશાની ચેઇન આપણાથી જ તોડીને વધુ ફેલાતી અટકાવીને એક સત્કાર્ય કરી શકીએ. નાના બાળકોને મોબાઈલ.... બિલકુલ નહીં
આપણે અવારનવાર જોઈએ છીએ કે માતા બાળકને જમાડતા કે તૈયાર કરતા હાથમાં મોબાઈલ આપી દે છે. ઘણીવાર પોતાને કામ હોય ત્યારે માતા પિતા પોતાના બાળકોને બિઝી રાખવા માટે મોબાઈલનો સહારો લે છે. જે બિલકુલ યોગ્ય નથી. જુદી જુદી ગેઈમ, કાર્ટુન વગેરેમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે આજુબાજુના વાતાવરણનો પણ ખ્યાલ રહેતો નથી. સાચુ, ખોટુ કે સારુ, ખરાબ એ વિશે બાળકો અજાણ હોય છે પરંતુ અનેક સંશોધનો દ્વારા સાબિત થયુ છે કે જે બાળકો કાર્ટુન કે પછી વીડિયો ગેમ વધુ રમતા હોય છે તે આક્રમક અને હિંસક બની જાય છે.
નાના હુમલા બાળકોને મોબાઈલના જે તરંગો હોય છે તેનાથી શારિરીક રીતે પણ નુકશાન થાય છે. મોબાઈલ આપી દેવાથી મોટો સમય બાળક માતા-પિતાથી દૂર રહે છે. જેના કારણે ભાવનાત્મક નુકશાન પણ થાય છે. તાજેતરમાં જાપાનમાં થયેલા સંશોધન મુજબ બાળકો ડોરીમોન, શીંગચાન જેવા કાર્ટુન જોઈ જોઈને કોઈપર એક્ટિવ તેમજ હિંસક બની ગયાનું જાણવા મળ્યું. જેથી આ દરેક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ખબર નહીં આપણા દેશમાં લોકો કયારે જાગશે ? ટીનએજ બાળકને મોબાઈલ સોશ્યલ મીડિયાના લાભાલાભ સમજાવી ચોક્કસ સમય મર્યાદા નક્કી કરીને આપી શકાય. સોશિયલ મીડિયા દ્વારા માતા-પિતા પણ એ વિશાળ દૂનિયાથી પરિસ્થિત થઈ શકે છે જો અમુક સાઈટ વિશે બાળકોને કહેવામાં આવે તો જ્ઞાન સાથે ગમ્મત મેળવી શકે. આવી કેટલીક સાઈટસ જોઈએ તો WWW.StartFall.com ,WWW.Tortlediary.com, WWW.Softschool.com,WWW.abcya.comછે. - ચારુ જુનેજા (ચાઈલ્ડ ક્ધસલ્ટન્ટ) વિદ્યાર્થીઓ માટે : દોસ્ત ભી દુશ્મન ભી
વિદ્યાર્થીઓ માટે સોશ્યલ મીડિયા એ માહિતીનો ખજાનો છે. જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરે તો વિદ્યાર્થી સમગ્ર વિશ્ર્વના પ્રવાહોથી વાકેફ રહી શકાય.
* સોશ્યલ મીડિયામાં જુદી જુદી સાઇટસ દ્વારા દેશવિદેશની યુનિવર્સિટીના
લેકચર જોવા નવી નવી ભાષા શીખવી, ઓનલાઇન લાઇબ્રેરીનો ઉપયોગ વગેરે દુર કરી શકાય છે.
* જુદી જુદી જગ્યાએ થતા કોર્સની માહિતી ઓનલાઇન એકઝામ તેમજ કોઇ જોબ વેકેન્સી હોય તો તે પણ માહિતી મળી રહે છે.
* આ ઉપરાંત વર્ચ્યુઅલ કલાસીસ દ્વારા ઓનલાઇન એજ્યુકેશન પણ મેળવી શકાય છે. જેમાં દેશના કોઇ એક ખુણે બેઠેલ શિક્ષક દુનિયાના જુદા જુદા ભાગમાં રહેલ વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે. આ ઉપરાંત તેઓ એકબીજા સાથે ચર્ચા પણ કરી શકે છે.
* અનેક યુનિવર્સિટીઓએ પોતાના પેઇજ તૈયાર કર્યા છે જે વિદ્યાર્થીઓને અનેક રીતે ઉપયોગી થાય છે.
* કેન્સાસ યુનિ.એ કરેલ એક રીસર્ચ મુજબ સોશ્યલ મીડિયા વિદ્યાર્થીઓ માટે લાભદાયક છે. વિચારોની આપલે દ્વારા તર્ક શકિતનો વિકાસ થાય છે તેમજ વિશ્ર્વમાં બનતી નવી નવી બાબતોથી અપડેટ રહી શકે છે.