5G ટેક્નોલોજી: સ્પીડની સાથે હેલ્થ ઇસ્યુ પણ વધારે જનરેશન હ્યુમનની હોય કે મોબાઈલની....

યુએસ ના ડોક્ટર રોનાલ્ડ પોવેલ ના જણાવ્યા પ્રમાણે ફેડરલ કોમ્યૂનિકેશન્સ કમિશનએ પ્રેગ્નન્ટ વુમન, અનબોર્ન ચીલ્ડરન, ટીનએજરસ, ફિઝિકલ ડિસેબલ, ક્રોનિકલી ઇલ વગેરે ને હાય ફિક્વન્સી રેડિએશનથી થતા ડેમેજ નો પ્રાયોર સ્ટડી કર્યાં વગર જ રેડિએશન પોલિસિ નક્કી કરી છે દાયકાઓ પેલા અમેરિકનો સ્મોક, ડીડીટી, મોનસાન્ટો અને બીજા પેસ્ટિસાઇડ્સ ને સેફ ગણાવતા હતા પરંતુ સમય જતા તેની કેન્સર સાથે અને બીજા હેલ્થ પ્રોબ્લેમ સાથે ની લિંક જોવા મળી. તો શું 5ૠ અથવા આગળ ની ટેક્નોલોજી માં પણ આવું જ થશે? આ પણ એક ચિંતા નો વિષય છે
આજ ના હાય સ્પીડ કોમ્યુનિકેશન ના જમાના માં લોકો આંખ બંધ કરી ને મોબાઈલ, ફેસબુક વગેરે જેવા સોશિયલ મીડિયા પાછળ પોતાનો મહત્તમ સમય આપે છે. ઘણા કિસ્સાઓ માં જરૂરિયાત હોય છે અને ઘણા કિસ્સાઓ માં માત્ર ને માત્ર શોખ જ હોય છે. માધ્યમની નકારાત્મક અસર જાણવા છતા આજે અમર્યાદ ઉપયોગ કરવા લાગ્યા છે. છતા તેમાં નવી નવી શોધો થઇ રહી છે અને માણસ પણ તેનો ઉપયોગ કરી રહ્યો છે.
2020માં આવનારી 5જી ટેક્નોલોજી ની વાત કરીએ તો મોબાઈલ ટેક્નોલોજી માં જેમ જેમ જી (જનરેશન) વધતા જાય - જેમ કે 2જી - 3જી - 4જી - 5જી - તેમ તેમ લોકો ની અપેક્ષા હંમેશા વધારે ને વધારે જ સ્પીડ મળે તેની હોય છે. આવી જ વધારે સ્પીડ 1 થી 10 જીબી મેળવવા માટે 5જીમાં હાય ફિક્વન્સી મીલીમીટર વેવ તથા મેસિવ મિમો જેવી ટેક્નિક નો ઉપયોગ કરવા માં આવશે. જેમાં 64 થી વધારે એન્ટેના એરિયલ ફોર્મ માં હશે. આ સાથે 5ૠ ના હાયર ફિક્વન્સી બેન્ડ 3.3 ગીગા હર્ટઝ માં બીમ ફોર્મિંગ ટેક્નિક નો પણ ઉપયોગ થશે જેના લીધે ડાયરેકટીવ ગેઇન તથા સિગ્નલ પાવર માં પણ વધારો થશે.
રસપ્રદ બાબત એ છે કે 3જી -4જી નેટવર્ક કરતા 5જી નેટવર્ક ની બેન્ડવીથ ઘણી વધારે હશે. હવે વધારે બેન્ડવીથ હોવા ના કારણે જરૂરી એરિયા કવર કરવા માટે વધારે ટાવર ની જરૂર રહેશે. એટલે કે 4જી ટેક્નોલોજી કરતા 5જી માં મોબાઈલ ટાવરો ની સંખ્યા પણ ખુબ વધારે હશે. આ સાથે 5જી ને અનુરૂપ નવા ફોન પણ માર્કેટ માં આવશે જે ખુબ જ મોંઘા હશે. સિકયોરિટી અને પ્રાયવસી ઇસ્યુ પણ હાલ કોઈ સોલ્યુસન નથી આવ્યું.
વર્ષ 2016 માં અમેરિકા માં એફસીસી એટલે કે ફેડરલ કોમ્યૂનિકેશન્સ કમિશન જે અમેરિકા માં રેડીઓ ટેલિકોમ અને સેટેલાઇટ વગેરેના માપ દંડ નક્કી કરે છે તેના ચેરમેન ટોમ મિલર એ કહ્યું હતું કે હાલ માં અમેરિકા માં 4જી માટે અંદાજિત 2 લાખ થી વધારે ટાવર છે જયારે 5જી માં આનાથી પણ ખુબજ વધારે ટાવર અપેક્ષિત રહેશે.
હવે રસપ્રદ બાબત એ છે કે 5ૠ માટે ફિક્વન્સી બેન્ડ જે 3.3 ગીગા હર્ટઝ થી સ્ટાર્ટ થશે તે બેન્ડની ફિક્વન્સી 4જી ના બેન્ડ કરતા પણ ખુબજ વધારે છે. તો સવાલ એ છે કે તેના થી હ્યૂમનબોડી અને સેલ ને થતા નુકસાન નું શું?
આ જ સમયે અમેરિકા માં એન્વાર્યોમેંટલ હેલ્થ ટ્રસ્ટ એ એફસીસી ને હ્યૂમન અને વાઈલ્ડ લાઈફ માટે 5જી ટેક્નોલોજી ના ટાવર થી થતા રેડિએશન નો ખતરો હોવાનું જણાવી ને વિરોધ નોંધાવ્યો હતો.
ઇન્ડસ્ટ્રી એમ કહે છે કે રેડિએશન સેફ છે પરંતુ 25 મિલિયન ડોલર નેશનલ ટોકસીલોજી પ્રોગ્રામ સ્ટડી અનુસાર ટાવરથી થતું રેડિએશન જરા પણ સેફ નથી.
વૈજ્ઞાનિકો એ સેલ ફોન રેડિએશન અને કેન્સર વચ્ચે ની લિંક પણ શોધી છે. હાલ માં મોબાઈલ ટાવર ના હાય ફિક્વન્સી રેડિએશન ના કારણે બ્રેન કેન્સર તથા હાર્ટ ટયુમર ના લેવલ મેં કેટલો વધારો થાય છે તેનું રિસર્ચ પણ ચાલી રહ્યું છે.
અન્ય એક રિસર્ચ અનુસાર મોબાઈલ ટાવર થી થતા હાય ફિક્વન્સી રેડિએશન ના લીધે બ્લડ બ્રેન બેરીયર પરમિયાબીલિટી , સ્ટ્રેસ પ્રોટીન્સ જનરેશન, ડીએનએ સિંગલ એન્ડ ડબલ સ્ટ્રેન્ડ બ્રેક્સ, ઓક્સિડેસીવ ડેમેજ વગેરે ની પણ સંભાવના રહે છે.
હાલ ઇન્ડિયા માં પણ ઘણી મોબાઈલ કંપનીઓ 5જી ટાવર ઈન્સ્ટોલેશન અને ટેસ્ટિગ માટે કાર્યરત છે અને આપણે અપેક્ષા રાખીએ કે 5જી ટાવર થી થનારા રેડિએશન ના લીધે હ્યૂમન તથા વાઈલ્ડ લાઈફ ને થનારા નુકસાન ને પ્રાથમિકતા આપવા માં આવે અને ત્યાર બાદ જ ગ્રીન સિગ્નલ આપવામાં આવે.
પ્રો. ડો. ભાવિન સેદાણી
એ.ડી.કોલેજ ઓફ એન્જિનિરીંગ, અમદાવાદ