જીવતા ભગવાન...

ઉનાળાનો ઘોમ ઘખતો હતો.
હું વ્યવસાયના કામ માટે મો2બી ગયો હતો. દોઢ વાગે પાછા વળતાં, માત્ર દોઢ કિલોમિટ2ની એ.સી. ગાડીમાં મુસાફ2ી ર્ક્યા પછી પણ મને ત2સ લાગી હતી. આથી મો2બીના સામા કાંઠે આવેલા વૃધ્ધાશ્રમ આગળના લીમડાના છાંયામાં ગાડી ભી 2ાખી મેં થ2મોસમાંથી ઠંડુ પાણી પીવાનું શરૂ ર્ક્યું હતું.
પાણી પીતાં પીતાં મા2ી નજર માત્ર આશ્રમના આધા2વાળા અને લીમડાના પવનથી પ2સેવો લૂછાવતા આશ્રમવાસીઓ ત2ફ ગઈ હતી. મને થયું કે આવા ઉનાળાની બપો2ે થોડી મુસાફ2ી ર્ક્યા પછી પણ મને ઠંડુ પાણી પીવાનું મન થાય તો આ એકલા, અટુલા આશ્રમવાસીઓને ઠંડુ ખાવાનું, પીવાનું મન નહિ થતું હોય? મને આ લોકોને કંઈક ઠંડુ ખવડાવવાનું પીવડાવવાનું મન થયું, પ2ંતુ આજુબાજુ નજ2 ક2તાં એ વિસ્તા2માં આઈસ્ક્રીમ કે ઠંડા પીણાં વેંચતી કોઈ દૂકાનો નજ2ે ન ચડી. પ2ંતુ ત્યાં જ મા2ી નજ2 એક હાથલા2ીમાં કુલ્ફી વેચતા એક લા2ીવાળા પ2 પડી. મેં આશ્રમવાસીઓને કુલ્ફી ખવડાવવાનું નકકી ર્ક્યું.
મેં કુલ્ફીવાળાને પુચ્છયું કેટલી છે? તેણે જવાબ આપ્યો: જેટલી જોઈએ એટલી, સાહેબ મેં પૂછયુ: શું ભાવ છે? લા2ીવાળાએ જવાબ આપ્યો: દસ રૂપિયાની એક, સાહેબ ચોખ્ખી મલાઈની છે. ગ2ીબ લોકો ઉજળિયાત વર્ગના લોકોને સાહેબ ત2ીકે સંબોધવા ટેવાયેલા હોય છે. મેં આશ્રમવાસીઓ અને બાજુમાં નવાં ચણાતાં મકાનમાં ટોપલા સા2તા મદ્રાસી મજૂ2ોનાં નાગાંપુંગા બાળકોને એક એક કુલ્ફી આપવાની લા2ીવાળાને સૂચના આપી. ખ2ે બપો2ે 2ેતીમાં 2મતાં નાગાંપુંગા બાળકો ભેગાં થઈ કંઈક મળશે એવી આશાએ લા2ીવાળા આગળ ઊભા 2હી ગયાં. લા2ીવાળો પ્રસન્ન થઈ ગયો. મને થયું કે કદાચ એક સામટો ઓર્ડ2 મળવાના કા2ણે. પણ પાછળથી જુદી જ ભાવના જાણવા મળી. લા2ીવાળાએ આશ્રમવાસીઓને અને બાળકોના નામ જાણી, નામથી બોલાવી પ્રેમથી કુલ્ફીઓ ખવડાવી દીધી. ખાના2 પણ શાંતિ અનુભવવા લાગ્યા. પણ મને થયું કે આપણે તો સો ગ્રામ આઈસક્રીમથી ખાતાં ધ2ાતા નથી. આ લોકોને બીજી કુલ્ફી ખવડાવીએ તો? મેં લા2ીવાળાને દ2ેકને બીજી કુલ્ફી આપવાની સૂચના આપી અને પ0 કુલ્ફીના પાંચસો રૂપિયા પણ આપી દીધા. બીજી કુલ્ફી મળતાં જ આશ્રમવાસીઓ અને બાળકો ખુશ ખુશ થઈ ગયા. પ2ંતુ મા2ે બીજા લોટમાં ગયેલી દસ વધા2ે કુલ્ફીઓના પૈસા આપવાના હતા.
દ2મિયાનમાં કુલ્ફીવાળો લા2ી સાથે મા2ા ત2ફ આવતો દેખાયો. મને થયું કે, વધા2ાની કુલ્ફીના પૈસા લેવા આવતો હશે. એટલે મેં કહયું વધા2ાની ફુલ્ફીના પૈસા આપવા આવું છું હો.
લા2ીવાળો કહે: ના, સાહેબ હું તો આપને બચેલી એક કુલ્ફી ચખાડવા આવ્યો છું. લ્યો આપ એક તો ચાખો.
લા2ીવાળાએ મને એ કુલ્ફી આપી. મેં ચાખી. પ્રેમથી આપેલી એ કુલ્ફીનો અને2ો સ્વાદ હું ભુલ્યો નથી.
ઈસ્ત્રીવગ2ના પેન્ટ અને બુશશર્ટના હાથે સીવેલા ખિસ્સામાં મેં 100 રૂપિયાની નોટ મૂકી દીધી. ના સાહેબ, મા2ે નથી જોઈતા, લા2ીવાળાએ કહયું. મેં પૂછયું કેમ? લા2ીવાળાએ કહયું: અ2ે
સાહેબ, તમે આટલુંં પુણ્ય કમાવ છો તો મને પણ કંઈક પુણ્ય કમાવા દયો. મેં ઘણી માથાકુટ ક2ી પણ એ ટસનો મસ ન થયો અને ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ મા2ા પગમાં મૂકી, મને પગે લાગી ચલતી પકડી.
હું અવાક થઈ ગયો. હકીક્તે તો મા2ે એના પગમાં પડી, પગે લાગવાની જરૂ2 હતી, પણ આપણે તો સુધ2ેલા ખ2ાને.. મને થયું કે, શંક2ાચાર્ય અને સાંઈના ભક્તો સાચા ભગવાન અંગે ભલે લડે 2ાખે. સાચા ભગવાન આ લોકોમાં જ વસે છે. અહીં વસે છે. આ જ છે જીવતા ભગવાન. મો2બીના એ લા2ીવાળાનું નામ હનીફભાઈ અબ્દુલભાઈ.
કચ્છ શક્તિ, ચિત્રલેખા ત2ફથી યાદગા2 પ્રસંગો અંગે યોજાયેલી નિબંધસ્પર્ધામાં વિજયી થયેલ કટા2લેખકની સત્ય ઘટના ઉપ2 આધાિ2ત નિબંધવાર્તા
- લેખકની વિજયી વાર્તા