રવિવારે ડોકટર્સ ડેના દિવસે દાંત, કાન, નાક અને ગળાના રોગોનો નિદાન સારવાર કેમ્પ યોજાશે

ડો.હિમાંશુ ઠક્કર અને ડો.કૃપા ઠક્કરની ઠક્કર હોસ્પિટલનો 12માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિદ્યાનગર મેઈન રોડ પર યોજાશે રાહત સારવાર કેમ્પ
રાજકોટ તા.29
સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની હોસ્પિટલોમાંની એક એવી ડો.ઠક્કરની દાંત તથા કાન-નાક-ગળાની અદ્યતન સર્જીકલ હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટર, વિદ્યાનગર મેઈન રોડ, 202-લાઈફ લાઈન, બીજે માળે, રાજકોટ તા.1 જુલાઈના રોજ 11 વર્ષ પૂરા કરી 12માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે હોસ્પિટલના નામાંકિત ઈ.એન.ટી. સર્જન જે રાજકોટ ખાતે છેલ્લા સતર વર્ષથી પણ વધારે સમયથી પ્રેક્ટિસ કરે છે. ડો.હિમાંશુ ઠક્કર અને ડો.કૃપાબેન ઠક્કર ડેન્ટલ સર્જન કે જેઓ છેલ્લા 15 વર્ષથી પણ વધારે પ્રેક્ટિસ કરે છે. આ તબક્કે સર્વે દર્દીઓનો આભાર માને છે કે દર્દીઓએ તેમના પર અખૂટ વિશ્ર્વાસ મુકયો અને હોસ્પિટલ હાલમાં પ્રગતિના નવા નવા શિખરો સર કરી રહી છે.
ઠક્કર હોસ્પિટલ ખાતે ડો.હિમાંશુ ઠક્કર દ્વારા સાયનસ એન્ડોસ્કોપ અને કેમેરા દ્વારા જૂની શરદી, સાયનસ તથા નાકના મસાનું નિદાન અને ઓપરેશન, વીડિયો એન્ડોસ્કોપ દ્વારા ગળું, અન્નનળી, શ્ર્વાસનળી તથા સ્વરપેટીના રોગો જેવા કે ઘોઘરો અવાજ વી.ની તપાસ અને સારવાર કાનની બહેરાશનું (ઓડિયોમેટ્રી), નાકસૂર-આંખમાંથી સતત પાણી નીકળતું હોય તેનું નાકવાટે દૂરબીનથી ટાંકા વગરનું ઓપરેશન. નાકમાંથી નીકળતા લોહીની કાયમી સારવાર, ગળા તથા શ્ર્વરપેટીના રોગો માટે આધુનિક સાધનો વડે શ્ર્વરપેટી તથા ગળાના કેન્સર વિ.નું ખૂબ જ ચોકસાઈ પૂર્વક અને ઝડપી નિદાન શકય બને છે. કાનના ઓપરેશનો જેવા કે કાનના પડદાના કાણાં, હાડકીનો સડો, બહેરાશ વિ.નું ચેકા ટાંકા વગરનું ઓપરેશન કરી આપવામાં આવે છે અને દર્દીને માત્ર સવારથી સાંજ સુધી જ હોસ્પિટલમાં રોકાણ અને ખૂબ જ ઝડપી રિકવરી મળે છે.
આ ઓપરેશનનો સિરીઝમાં આટલા જટિલ ઓપરેશન કોમ્પ્લિકેશન વગર કરવાએ ખરેખર મેડિકલ ક્ષેત્રે અદ્ભૂત સિદ્ધિ ગણાય. આ તબકકે દાંત તથા કાન-નાક-ગળાના રોગો માટે રાહતદરે નિદાન તથા ખૂબ જ રાહત દરે જરૂરિયાતમંદ દર્દીઓ માટે કાન-નાક-ગળાના ઓપરેશનો તથા દાંતની સારવાર રાહતદરે કરી આપવામાં આવશે.
કેમ્પનો સમય: તા.01-07-2017 રવિવાર સવારે 10થી 1. અગાઉથી નામ નોંધાવવું જરૂરી.
કેમ્પનું સ્થળ: ડો.ઠક્કરની દાંત તથા કાન-નાક-ગળાની હોસ્પિટલ, વિદ્યાનગર મેઈન રોડ, 202 લાઈફ લાઈન, બીજે માળે, રાજકોટ ફો.0281-2483434 મો.91061 19038