પોરબંદર પંથકમાં ચાર મહિલાને સર્પદંશ: સારવારમાં

પોરબંદર,તા.૫
પોરબંદર જીલ્લામાં ચોમાસુ શ‚ થતાં જ ઝેરી-બિનઝેરી સર્પનો ઉપદ્રવ વધ્યો છે. ચાર મહીલાનોે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં અનેક લોકોને સર્પ દંશની સારવાર આપવામાં આવી રહી છે. મહોબતપરાના મીનાબેન દિનેશ સોંદરવા ઉ.વ. ૩પ, લુશાળાના મંજુબેન કરણા મોકરીયા ઉ.વ. ર૦, વાડોત્રાના આરતીબેન રાજુ મકવાણા ઉ.વ. રપ અને નેરાણાના શાંતિબેન ભરતભાઇ ઉ.વ. રરને સાપે દંશ દેતા સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્‌યા છે. તે ઉપરાંત પણ ખાનગી હોસ્પિટલમાં પણ અનેક સર્પદંશનો ભોગ બનેલાઓ સારવાર લઇ રહ્યા છે. ચોમાસાની શ‚આત થઇ છે ત્યારે જમીનમાં પાણી જવાથી સર્પ જેવા જીવો બહાર આવી રહ્યા છે ત્યારે લોકોએ પણ ભુવા પાસે જવાને બદલે તાત્કાલીક હોસ્પિટલે સારવાર લેવા પહોંચી જવું જોઇએ. જ‚ર જણાય તો ૧૦૮ની પણ મદદ લેવી જોઇએ.