ત્વરિત અને સચોટ નિર્ણય લેવા માટે સરળ અને અસરકારક "ઈફેક્ટિવ ડિસિશન મેકિંગ સ્કિલ

એક અનુમાન મુજબ એક વ્યક્તિ આખા દિવસ માં લગભગ 1 થી 2 વખત એવી પરિસ્થિતી માં આવતો હોય છે જેમાં તેની નિર્ણય શક્તિ ની કસોટી થતી હોય છે. સામાન્ય ગૃહિણી હોય, વિદ્યાર્થી હોય કે પછી વ્યવસાયિક વ્યક્તિ, દરેક ને એમના પ્રમાણે ના નિર્ણયો લેવા પડતા હોય છે. ગૃહિણી ને કોઈ સામાજિક વ્યવહાર માટે ના નિર્ણયો લેવા ના હોય, તો વિદ્યાર્થીઓ એ તેમની કારકિર્દી ના નિર્ણયો લેવા ના આવે, વ્યવસાયિક વ્યક્તિઓ એ રોજ બરોજ ના જીવન માં પૈસા ની લેતી- દેતી ના નિર્ણયો લેવા ના આવતા હોઈ શકે છે. દરેક ની નિર્ણય શક્તિ અલગ અલગ હોઈ શકે છે. નિર્ણય ની સચોટતા ત્યારે સાબિત થાય છે જયારે તેનું પરિણામ આપણી સમક્ષ આવે,પરંતુ લોકો એ પરિણામ ના ભય માત્ર થી નિર્ણયો લેતા નથી અથવા ખોટા નિર્ણયો કરી બેસતા હોય છે. આપણો નિર્ણય કોઇને નુકસાન નથી કરતો ને? એનું પણ આપણે ખ્યાલ રાખવો જરૂરી છે. ઉપરાંત અમુક વખતે નિર્ણય આપણી નજીકની વ્યકિત સાથે ચર્ચા કરીને પણ લઇ શકાય છે. ઉપરાંત બીજાનું હિત પણ જોવું જરુરી છે.
"ઈફેક્ટિવ ડિસિશન મેકિંગ એ એક એવી સ્કિલ છે જેની જરૂર આપણ ને બધા ને છે, પરંતુ એની સમજ નહિવત છે. સૌ પ્રથમ આપણે સમજીયે ડિસિશન મેકિંગ એટલે શું અને મુખ્ય રૂપે કઈ કઈ પ્રકાર ના નિર્ણયો આપણે આપણા રોજિંદા જીવન માં લેતા હોઈએ છીએ. અહીં આપેલ આકૃતિ પર થી તમને સમજાશે કે મુખ્યત્વે ચાર એવા પડાવ છે જેને આનુસંગિક નિર્ણયો આપણે લેતા હોઈએ છીએ. દરેક નિર્ણય ની અસર એક બીજા પર નિર્ભર કરે છે. અને આજ સૌથી મોટી દુવિધા છે !
હવે આપણે જોઈએ નિર્ણયો ના મુખ્ય પ્રકાર, તો એમાં માત્ર બે પ્રકાર આવે છે.
ઇમોશનલ ડિસિશન એટલે કે લાગણી સભર નિર્ણયો લોજીકલ ડિસિશન એટલે કે તર્ક બદ્ધ નિર્ણયો.
ઈમોશનલ ડિસિશન
(લાગણી સભર નિર્ણયો)
80% નિર્ણયો આપણે લાગણીશીલ અવસ્થા માં અથવા લાગણીશીલ થઇ ને અથવા બીજા ની લાગણી ને ધ્યાન માં રાખી ને લેતા હોઈએ છીએ. લાગણીશીલ થઇ ને લીધેલા નિર્ણયો ની સચોટતા ઓછી હોય છે અને મહદ અંશે એવા નિર્ણયો ખોટા સાબિત થતા હોય છે. હા એ અલગ વાત છે કે આપણે એને સાચા નિર્ણયમાં ખપાવી દઈએ અથવા 39;જતું કર્યા39; ની ભાવના રાખીયે! લાગણી સાથે લીધેલા નિર્ણયો સમય જતા અને લાગણી નું સ્વરૂપ બદલાતા ખોટા પડે છે અને તેના લીધે દુ:ખી થવાય અથવા વિવાદો સર્જાય.
લોજીકલ ડિસિશન
(તર્ક બદ્ધ નિર્ણયો)
માત્ર 5 થી 10% નિર્ણયો આપણા તર્ક બદ્ધ હોય છે. તર્ક બદ્ધ લીધેલા નિર્ણયો ની સચોટતા વધુ હોય છે અને આગળ જતા નિર્ણયો માં ફેર બદલી કરવી પડતી નથી. તર્ક બદ્ધ એટલે કે ઊંડાણ પૂર્વક વિચારી ને તર્ક-વિતર્ક કરી ને લીધેલા નિર્ણય નો પાયો મજબૂત હોય છે જેથી એ સમય ની થપાટો ને ઝીલી શકે છે. જોવા લાયક બાબત એ છે કે આપણે તર્ક માત્ર બીજા ની સામે જ કરી શકીયે છીએ, ખરેખર તો નિર્ણય લેતી વખતે આપણી જાત સાથે આપણે તર્ક કરવા નો હોય છે.
આવો સમજીયે ઇફેકટીવે ડિસિશન મેકિંગ ની પદ્ધતિ.
બેન ફ્રેન્કલીન ’ઝ’ મેથડ
બેન ફ્રેન્કલિન નામ ના એક સફળ સેલ્સમેન એ આ પદ્ધતિ વિકસાવેલી, એ અમેરિકા માં વીમા સલાહકાર તરીકે કામ કરતા અને તેમના દરેક ગ્રાહકો ને વીમો અને એના ફાયદા સમજાવતી વખતે આ પદ્ધતિ નો ઉપયોગ અચૂક કરતા. આ પદ્ધતિનું બીજું નામ છે ’ઝ’; મેથડ એટલે કે એક કોરા કાગળ પર અંગ્રેજી નો મૂળાક્ષર ઝ દોરી તેની બંને બાજુ એ જે તે નિર્ણય ના ફાયદા અને નુકશાન ની એક યાદી તૈયાર કરતા અને તેમના ગ્રાહકો ને તર્ક બદ્ધ નિર્ણય લેવામાં મદદ કરતા. નીચે બતાવેલ આકૃતિ મુજબ તમે પણ આ પદ્ધતિ નો ઉપયોગ તમારા લીધેલા નિર્ણય ની તર્ક બદ્ધતા ચકાસવા કરી શકો છો.
ક્રાઈટેરિયા પદ્ધતિ
(માપ-દંડ પદ્ધતિ)
આ પદ્ધતિ મુજબ નિર્ણય લેતા પેહલા જરૂરી એવા માપ-દંડ છે એની યાદી બનાવો અને ત્યાર બાદ, એક પછી એક માપ-દંડને ચકાસતા જાવ અને નક્કી કરતા જાવ કે ક્યા માપ-દંડ ને અવગણી શકાય તેમ છે અને ક્યા માપ-દંડ ને અવગણી શકાય તેમ નથી.
આમ કરતા કરતા તમારા
નિર્ણય ને માર્યાદિત વિકલ્પો માં લઇ આવો અને ત્યાર બાદ સૌથી વધુ અસરકારક અથવા ફાયદા કારક નિર્ણય ને અમલ માં મુકો. ક્રાઈટેરિયા પદ્ધતિથી લેવાતા નિર્ણયો ની સચોટતા વધુ હોય છે અને એમાં કોઈ પણ પ્રકારે લાગણી ને સ્થાન નથી.
છેવટે મિત્રો યાદ રાખવા જેવી બાબત એ છે કે આપણા તમામ નિર્ણયો સમય ને આધીન છે, જે-તે સમયે લીધેલો નિર્ણય તે સમય માટે સાચો સાબિત થયો હોય પરંતુ સમય બદલાય તો એ નિર્ણય નું સાતત્ય બદલાતું હોય છે માટે નિર્ણય ને સમય ની સાપેક્ષ માં જોવા માં આવે તો મોટા ભાગ ના ઘર્ષણો અને તકલીફો નું સમાધાન આપો આપ જ મળી આવે છે. ઇફેકટીવે ડિસિશન મેકિંગ માટેની ઈમ્પોર્ટન્ટ ટિપ્સ નિર્ણય લેતા પહેલા પુછો આ અગત્ય ના 10 સવાલો !
1. શું આ નિર્ણય કોઈ તનાવ માં આવી ને, કે ભય થી કે પછી કોઈ
દબાણ ને વશ થઇ ને લેવાય રહ્યો છે?
2. આ નિર્ણય કોઈ લાલચ માં આવી ને લેવાય રહ્યો છે?
3. શું આ નિર્ણય કોઈ ના પ્રભાવ માં આવી ને કે કોઈ ના બતાવ્યા
પ્રમાણે લેવાય રહ્યો છે?
4. શું આ નિર્ણય લેતા પહેલા પરિવાર ના સભ્યો ને જાણ કરેલી છે?
5. શું ભવિષ્ય મા આવનારા પરિવર્તન ને ધ્યાન માં રાખ્યું છે?
6. નિર્ણય લેતા પેહલા એક વખત ફેર વિચાર કરેલો છે?
7. સંજોગો વસાત નિર્ણય ખોટો સાબિત થાય તો બીજા ને દોષી
ગણવા ના છે?
8. નિર્ણય ને ફેરવી-તોળવા ની સગવડતા છે?
9. નિર્ણય ની સારી કે ખરાબ અસરો જેમને થવા ની છે એવા
તમામ ને શું આ વાત ની જાણ કરવા માં આવી છે?
10. નિર્ણય પર અડગ રહી શકવા ની ક્ષમતા છે?