ચોમાસામાં તમારા સ્માર્ટફોનને પાણીથી આ રીતે બચાવો

  • ચોમાસામાં તમારા સ્માર્ટફોનને પાણીથી આ રીતે બચાવો
  • ચોમાસામાં તમારા સ્માર્ટફોનને પાણીથી આ રીતે બચાવો
  • ચોમાસામાં તમારા સ્માર્ટફોનને પાણીથી આ રીતે બચાવો
  • ચોમાસામાં તમારા સ્માર્ટફોનને પાણીથી આ રીતે બચાવો
  • ચોમાસામાં તમારા સ્માર્ટફોનને પાણીથી આ રીતે બચાવો

હાલમાં જ ખબર આવી હતી કે એક વ્યક્તિ વરસાદમાં મોબાઈલ પર કોલ રિસીવ કર્યો અને તેમાં બ્લાસ્ટ થતા વ્યક્તિનું મોત થઈ ગયું. ચોમાસું આવી ગયું છે અને સાથે મોબાઈલને પાણીથી બચાવવો મુશ્કેલ ભર્યું કામ હોય છે. અહીં જણાવેલ કેટલીક ટ્રિક્સની મદદથી તમે મોબાઈલને ભયંકર વરસાદમાં એકદમ સુરક્ષિત રાખી શકો છો. ભીનો ફોન રિસીવ ન કરવો
જો વરસાદમાં તમે પલળી રહ્યા છો તો કોલ રિસીવ ન કરો.
પાણીમાં પલળેલા મોબાઈલથી કોઈ કોલ ન કરશો. આમ કરવાથી બેટરીમાં શોટ સર્કિટ થવાનો ભય રહે છે અને ફોન બ્લાસ્ટ પણ થઈ શકે છે. ફોન ભીનો થયા બાદ તેમાં કોઈ સમસ્યા આવી હોય
તો તેને જાતે રિપેર કરવાનો પ્રયાસ ન કરો. હેર ડ્રાયરનો ઉપયોગ ક્યારેય ન કરશો
ઘણા લોકો ફોનને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરે છે, આવું ન કરો. ફોનનાં ખૂબ જ નાજૂક અને હલકા પાર્ટ લાગેલા હોય છે, જે જરા અમથી આગ કે ગરમીથી ખરાબ થઈ શકે છે. ચાલુ વરસાદમાં ઈયરફોનનો ઉપયોગ કરો
ચોમાસાના સમયમાં તમે ફોન રિસીવ કરવા માટે બ્લુટૂથ અથવા ઈયરફોનનો ઉપયોગ કરી શકો છો.
આજકાલ માર્કેટમાં વોટરપ્રૂફ બ્લૂટૂથ હેડસેટ મળે છે. ભેજ દૂર કરવા ફોનને ચોખામાં મૂકી દો
ફોનથી પાણીને સારી રીતે લૂછ્યા બાદ તેને ચોખાના ડબ્બામાં વચ્ચે દબાવીને રાખી દો. 8-9 કલાક ચોખામાં રાખ્યા બાદ તેને કાઢી લો. ફોનને ચોખામાં મુકવાથી તેમાં ભેજ ખતમ થઈ જાય છે. ફોન ભીનો થાય તો શું કરશો?
જો સેફ્ટીનું ખાસ ધ્યાન રાખ્યા બાદ પણ ફોનમાં પાણી જતું રહે તો ચિંતા ન કરશો. ફોન પલળવા પર સૌથી પહેલા ફોનની બેટરી કાઢી નાખો અને સૂકાવા માટે મૂકી દો. ફોનને સુતરાઉ કપડાથી લૂછી
દો. ભીના ફોનને તરત જ ઓન ન કરશો. ફોન ત્યા સુધી બંધ
રાખો જ્યાં સુધી અંદરનું પાણી સંપૂર્ણ રીતે સુકાઈ ન જાય. ફોનને પ્લાસ્ટિકના પાઉચમાં રાખો
તમારા ફોનને વરસાદથી બચાવવા માટે ખાસ ચેનવાળું પ્લાસ્ટિક પાઉચ ખરીદો. આ પાઉચ 200થી
1500 રૂપિયા સુધીની કિંમતમાં માર્કેટમાં સરળતાથી મળી રહી છે.