યાત્રિકોને સલામત રીતે મંઝીલ સુધી પહોંચાડતા મહિલા બસ કંડકટર

પેસેન્જર્સ સાથે ખાટ્ટામીઠ્ઠા અનુભવો થાય છે પરંતુ વધારે સારા અનુભવો થાય છે જેમાં યાત્રિકો સાથ-સહકાર, પ્રોત્સાહન આપે છે અને બિરદાવે પણ છે બસમાં મુસાફરી કરતા એક પેસેન્જર પોતાની લેપટોપની બેગ તથા રોકડ રકમ બસમાં ભુલી જાય છે. બસ કંડકટરને જાણ થતા તે બેગ સહી સલામત યોગ્ય વ્યકિત પાસે પહોચાડી દે છે.
આ જ રીતે એક વખત બસની મુસાફરીમાં ડ્રાઇવરની તબીયત બગડી ગઇ સમયસુચકતા વાપરીને 108 એમ્બ્યુલન્સ બોલાવી ડ્રાઇવરને તાત્કાલીક સારવાર આપી.
ઉપરના બંને બનાવ આમ તો સામાન્ય લાગે પરંતુ આ બંન્ને બનાવમાં બસ કંડકટર તરીકે એક મહિલાએ કામગીરી બજાવી હતી અને આ માટે તેની પ્રશંસારૂપે સારી કામગીરીનો એવોર્ડ પણ મળ્યો છે. આ મહિલા બસ કંડકટર છે. મુળ હિંમતનગરના રપ વર્ષીય સુતરીયા જિજ્ઞાસા. જેઓ છેલ્લા અઢી વર્ષથી રાજકોટ ડેપોમાં કામગીરી કરી રહ્યા છે. હાલ રાજકોટ ડેપોમાં 4પ થી વધુ મહિલા બસ કંડકટરો છે જે જુદા જુદા રૂટમાં ફરજ બજાવે છે. બીકોમ અને એમએસડબલ્યુ કરેલ જિજ્ઞાસાબેને જણાવ્યું કે શરૂઆતના દિવસોમાં કામની આદત ન હોવાના કારણે થાક લાગી જતો પરંતુ કામ કર્યાનો એક આત્મસંતોષ મળતો જેમાં તેમના સમગ્ર પરીવારજનોનો સાથ પણ મહત્વનો રહ્યો છે.
એ જ રીતે રાજકોટના ડેપોમાં કામ કરતા ચૌહાણ પ્રતિક્ષા જે ર3 વર્ષના છે અને વિવાહીત છે. એમ.કોમ. સુધીનો અભ્યાસ કરેલ પ્રતિક્ષાબેન મુળ બાલાસિનૌર તાલુકાના જનોડ ગામના છે. તેમના પતિ હાલોલમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. સફળતા મેળવવી હોય તો થોડોક ભોગ તો આપવો જ પડે એવું જણાવતા પ્રતિક્ષાબેન અન્ય મહિલા બસ કંડકટરના અનુભવો જણાવે છે કે કોઇ વિવાહીત હોય તો કોઇ પ્રેગ્નેન્ટ હોય કોઇને નાનુ બાળક હોય આમ છતા દરેક પરીસ્થિતિમાં મહિલા પોતાની ફરજ જવાબદારીપૂર્વક બજાવે છે. એ જ રીતે એમ.એ. થયેલ હેતલ જોષી સાડાચાર વર્ષથી આ ફિલ્ડમાં છે અને હાલ ભાવનગર રૂટ પર ફરજ બજાવે છે. પરીવારના સપોર્ટના કારણે તેઓ પોતાની કામગીરી સફળતાપૂર્વક બજાવે છે.
આ બધા જ મહિલા કંડકટર સાથે વાત કરતા અમુક વાત સામાન્ય જાણવા મળી કે ફરજ બજાવતી વખતે જાતજાતના લોકો સાથે કામ પાર પાડવાનું હોવાથી ખાટામીઠા અનુભવો થાય છે. જેમાં પોતે પહેરેલ ખાખી યુનિફોર્મ પણ મહત્વનો ભાગ ભજવે છે. જેના કારણે કોઇ હેરાન કરવાની હિંમત કરતું નથી અને તેનું માન પણ રાખે છે. જે સારા પેસેન્જરો મળે છે જે તેમની કામગીરીની પ્રશંસા કરે છે, બિરદાવે છે કે પછી કામમાં સહકાર આપે છે એ પેસેન્જર હંમેશા યાદ રહી જાય છે. દરેક વ્યકિતની ટીકીટની જવાબદારીથી લઇને પોતાની ડયુટી પુરી થાય ત્યારે પૈસાનો હિસાબ આપવા સુધીની જવાબદારી નિભાવવી પડે છે.
મુસાફરીમાં ટ્રાફીક દરમિયાન ડ્રાઇવરને મદદરૂપ થવું તેમજ મુસાફરોને કોઇ જાતની પરેશાની વગર તેના સ્થાન સુધી પહોચે એ બધી જવાબદારી તેઓ બખુબી નિભાવે.
પોતાની કામગીરીમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર પણ હંમેશા મળતો રહ્યો છે. આજે દરેક જગ્યાએ મહિલાઓ કામગીરી બજાવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં જિલ્લા મુજબ અને ડેપો મુજબ અનેક મહિલાઓ ફરજ બજાવે છે. અનેક સારા નરસા પરીબળોનો સામનો કરતા આ મહિલાઓ મક્કમ મનોબળ અને હિંમતભેર પોતાની ડયુટી નિભાવે છે તો હવે પછી જ્યારે બસમાં મુસાફરી કરવાનો સમય આવે તો આ મહિલા બસ કંડકટરને જરૂરથી બિરદાવજો. બસ કંડકટર બનવા માટે શું કરવું ?
બસ કંડકટર બનવા માટે ફર્સ્ટ એઇડ અને કંડકટરનું લાયસન્સનું સર્ટીફીકેટ કઢાવવું પડે છે. ફર્સ્ટ એઇડમાં પ્રાથમિક સારવાર વિશેનું નોલેજ અને ટ્રેઇનીંગ હોય છે ત્યારબાદ જ્યારે જાહેરાત આવે ત્યારે ફોર્મ ભરી અને ત્યારબાદ કોલ લેટર એકઝામ વગેરે હોય છે. આમાં સામાન્ય રીતે અભ્યાસ કેટલો હોવો જોઇએ એ ફરજીયાત નથી છતા 10 પાસ હોય અને પછી જે કોલ લેટર અને એકઝામ હોય છે. તેમાં પણ અભ્યાસ અને મેરીટ મુજબ સિલેકશન કરવામાં આવે છે તેથી અભ્યાસ જરૂરી છે. એકઝામ બાદ ઇન્ટરવ્યુ જેમાં મહિલા ક્ધડકટર માટે 1પર સે.મી.ની હાઇટ જરૂરી છે. આ બધા તબક્કામાંથી પસાર થયા બાદ ડોકયુમેન્ટ વેરીફીકેશન હોય છે ત્યારપછી સ્થળ પસંદગી હોય છે. જે જે જિલ્લામાં જગ્યા હોય તેના લીસ્ટમાંથી પસંદગી કરવાની હોય છે. આ બધુ થયા પછી જે સીનીયર કંડકટર હોય છે તેની પાસે પ્રેકટીકલ ટ્રેનીંગ આપવામાં આવે છે અને ત્યારબાદ શરૂ થાય છે બસ કંડકટરની સફર. જેમાં 8 કલાકની ડયુટી કરવાની હોય છે. જો રૂટ ટુંકો હોય તો ર ફેરા કરવાના હોય અને લાંબો રૂટ હોય તો એક ડયુટી કરવાની રહે છે. આ ઉપરાંત વધારાની ડયુટીના એકસ્ટ્રા પૈસા આપવામાં આવે છે. મહિલા કંડકટરને દિવસની ડયુટી વધુ હોય છે. આમ છતા બધી જ ડયુટી કરવા માટે તેઓ રેડી હોય છે. ફરજ દરમિયાન ગમે તે પરીસ્થિતિ આવી શકે છે તેનો સામનો સુઝબુઝ, હિંમત અને સમય સુચકતાથી કરવો પડે છે હાલ સમગ્ર ગુજરાતમાં જિલ્લા અને ડેપો મુજબ મહિલા બસ કંડકટર ફરજ બજાવે છે જેમાં રાજકોટ ડેપોમાં 4પ થી વધુ મહિલા બસ કંડકટર છે દરેક પરિસ્થિતિમાં હિંમત રાખવી જરૂરી છે: ગીતાબેન બિરવાણી
"સ્ત્રી એટલે શકિત. તેની સરખામણી કોઇ સાથે હોય જ ન શકે. જ્યારે જ્યારે તે પુરૂષ સમોવડી બનવાની વાત આવે છે ત્યારે તે એક પગથીયુ નીચે ઉતરે છે આ શબ્દો છે ગીતાબેન બિરવાણીના જેઓ 199રની સાલમાં બસ કંડકટર તરીકે જોડાયા હતા અને આજે પણ સેવા આપે છે. માતાની બીમારીના કારણે અભ્યાસ છોડવો પડયો. હિંમત અને બહાદુરીના ગુણો તેમને પિતા પાસેથી મળ્યા છે. તેઓ જણાવે છે કે જેમ સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં સેવા આપે છે એ જ રીતે આ પણ એક પ્રકારની પબ્લીકની સેવાનું જ કામ છે. હાલ તેમને દીકરીના ઘરે પણ દીકરી છે એટલે નાનીમાની ભૂમિકા પણ તેઓ બખુબી નિભાવી રહ્યા છે. અત્યારે તેમને નિવૃતિના બે વર્ષ બાકી છે અને હાલ તેઓ પૂછપરછ વિભાગમાં સેવા બજાવી રહ્યા છે. તેઓ જોડાયા ત્યારે તેમને સાથ આપવા તેમના બહેન જયશ્રીબેન પણ જોડાયા. તેમણે કામની શરૂઆત કરી ત્યારે જયશ્રીબેન સાપરીયા સ્વભાવે શાંત અને ઘરરખ્ખુ હતા. તેઓ એક પુત્રની માતા હતા. તેઓ એમસીસીટીમાં મદદનીશ તરીકે સેવા બજાવી, આજે તેઓ નિવૃત છે અને પોતાના અનુભવ વિશે વાત કરતા કહે છે કે દરેક કાર્યમાં મુશ્કેલી તો આવવાની જ પરંતુ મનોબળ મક્કમ હશે તો દરેક મુશ્કેલીનો સામનો હિંમતભેર કરી શકાશે. બસમાં મુસાફરી કરતા એક પેસેન્જર પોતાની લેપટોપની બેગ તથા રોકડ રકમ બસમાં ભુલી જાય છે. બસ કંડકટરને જાણ થતા તે બેગ સહી સલામત યોગ્ય વ્યકિત પાસે પહોચાડી દે છે.
આ જ રીતે એક વખત બસની મુસાફરીમાં ડ્રાઇવરની તબીયત બગડી ગઇ સમયસુચકતા વાપરીને 108 એમ્બ્યુલન્સ બોલાવી ડ્રાઇવરને તાત્કાલીક સારવાર આપી.
ઉપરના બંને બનાવ આમ તો સામાન્ય લાગે પરંતુ આ બંન્ને બનાવમાં બસ કંડકટર તરીકે એક મહિલાએ કામગીરી બજાવી હતી અને આ માટે તેની પ્રશંસારૂપે સારી કામગીરીનો એવોર્ડ પણ મળ્યો છે. આ મહિલા બસ કંડકટર છે. મુળ હિંમતનગરના રપ વર્ષીય સુતરીયા જિજ્ઞાસા. જેઓ છેલ્લા અઢી વર્ષથી રાજકોટ ડેપોમાં કામગીરી કરી રહ્યા છે. હાલ રાજકોટ ડેપોમાં 4પ થી વધુ મહિલા બસ કંડકટરો છે જે જુદા જુદા રૂટમાં ફરજ બજાવે છે. બીકોમ અને એમએસડબલ્યુ કરેલ જિજ્ઞાસાબેને જણાવ્યું કે શરૂઆતના દિવસોમાં કામની આદત ન હોવાના કારણે થાક લાગી જતો પરંતુ કામ કર્યાનો એક આત્મસંતોષ મળતો જેમાં તેમના સમગ્ર પરીવારજનોનો સાથ પણ મહત્વનો રહ્યો છે.
એ જ રીતે રાજકોટના ડેપોમાં કામ કરતા ચૌહાણ પ્રતિક્ષા જે ર3 વર્ષના છે અને વિવાહીત છે. એમ.કોમ. સુધીનો અભ્યાસ કરેલ પ્રતિક્ષાબેન મુળ બાલાસિનૌર તાલુકાના જનોડ ગામના છે. તેમના પતિ હાલોલમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. સફળતા મેળવવી હોય તો થોડોક ભોગ તો આપવો જ પડે એવું જણાવતા પ્રતિક્ષાબેન અન્ય મહિલા બસ કંડકટરના અનુભવો જણાવે છે કે કોઇ વિવાહીત હોય તો કોઇ પ્રેગ્નેન્ટ હોય કોઇને નાનુ બાળક હોય આમ છતા દરેક પરીસ્થિતિમાં મહિલા પોતાની ફરજ જવાબદારીપૂર્વક બજાવે છે. એ જ રીતે એમ.એ. થયેલ હેતલ જોષી સાડાચાર વર્ષથી આ ફિલ્ડમાં છે અને હાલ ભાવનગર રૂટ પર ફરજ બજાવે છે. પરીવારના સપોર્ટના કારણે તેઓ પોતાની કામગીરી સફળતાપૂર્વક બજાવે છે.
આ બધા જ મહિલા કંડકટર સાથે વાત કરતા અમુક વાત સામાન્ય જાણવા મળી કે ફરજ બજાવતી વખતે જાતજાતના લોકો સાથે કામ પાર પાડવાનું હોવાથી ખાટામીઠા અનુભવો થાય છે. જેમાં પોતે પહેરેલ ખાખી યુનિફોર્મ પણ મહત્વનો ભાગ ભજવે છે. જેના કારણે કોઇ હેરાન કરવાની હિંમત કરતું નથી અને તેનું માન પણ રાખે છે. જે સારા પેસેન્જરો મળે છે જે તેમની કામગીરીની પ્રશંસા કરે છે, બિરદાવે છે કે પછી કામમાં સહકાર આપે છે એ પેસેન્જર હંમેશા યાદ રહી જાય છે. દરેક વ્યકિતની ટીકીટની જવાબદારીથી લઇને પોતાની ડયુટી પુરી થાય ત્યારે પૈસાનો હિસાબ આપવા સુધીની જવાબદારી નિભાવવી પડે છે.
મુસાફરીમાં ટ્રાફીક દરમિયાન ડ્રાઇવરને મદદરૂપ થવું તેમજ મુસાફરોને કોઇ જાતની પરેશાની વગર તેના સ્થાન સુધી પહોચે એ બધી જવાબદારી તેઓ બખુબી નિભાવે.
પોતાની કામગીરીમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર પણ હંમેશા મળતો રહ્યો છે. આજે દરેક જગ્યાએ મહિલાઓ કામગીરી બજાવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં જિલ્લા મુજબ અને ડેપો મુજબ અનેક મહિલાઓ ફરજ બજાવે છે. અનેક સારા નરસા પરીબળોનો સામનો કરતા આ મહિલાઓ મક્કમ મનોબળ અને હિંમતભેર પોતાની ડયુટી નિભાવે છે તો હવે પછી જ્યારે બસમાં મુસાફરી કરવાનો સમય આવે તો આ મહિલા બસ કંડકટરને જરૂરથી બિરદાવજો. તમારી આસપાસ કોઈ સફળ મહિલા હોય કે કોઈ અલગ
પ્રવૃત્તિમાં અગ્રેસર હોય તો અમને આ ઈ-મેઈલ
bhavidoshi10@gmail.com  પર જાણ કરી શકો છો.