મોનસુન ક્વીક રેપીસી । ફૂડ ટોક

પાપડ કોર્ન ચાટ
: સામગ્રી :
6 નંગ અડદ અથવા મગના પાપડ, 1પ0 ગ્રામ તીખુ ચવાણું, 1 નંગ ડુંગળી, 1 નંગ ટમેટું, 1 ટી-સ્પુન ચાટ મસાલો, મીઠુ સ્વાદ મુજબ, ર ટી સ્પુન કાચી કેરી જીણી સમારેલી (ઓપ્શનલ), ર ટી સ્પુન - ધાણીભાજી
: પેસ્ટ બનાવવા માટે સામગ્રી :
3 તીખી મરચી, 1/ર કપ - ફુદીનો, 1 - લીંબુ, 1 નાનો ટુકડો આદુ (ઓપ્શનલ), મીઠુ સ્વાદ મુજબ, બધુ મિકસ કરી પેસ્ટ તૈયાર કરવી.
: પધ્ધતિ :
પાપડના બે ભાગ કરી તવા પર શેકી ગરમ હોય ત્યારે તરત જ કોન વાળી શેઇપ આપવો, સાઇડમાં રાખવા.
હવે એક બાઉલમાં ચવાણું, ડુંગળી, ટમેટું, મીઠું, ચાટ મસાલો, કેરી અને ધાણાભાજી મિકસ કરવા.
ત્યારબાદ તેમાં બનાવેલી પેસ્ટ જરૂર મુજબ એડ કરવી. મિકસ કરવું.
આ મિકસ પાપડ કોનમાં ભરી તરત જ સર્વ કરવું.
: વેરીએશન :
જૈન બનાવવા માટે આદુ, ડુંગળી વગર બનાવી શકાય.
ઘરમાં ફણગાવેલ કઠોળ હોય તો ઉમેરી શકાય.
આ સિવાય તેમાં જીણી કાકળી, ગાજર પણ એડ કરી શકાય.
સેવરી મફિન્સ
: સામગ્રી :
* 1 કપ - રવો
* 1/2 કપ - દહિં
* 1 ટે. સ્પુન રેડ ચીલી સોસ
* 1 ટી. સ્પુન સોયાસોસ (ઓપ્શનલ)
* 1/2 કપ જીણા સમારેલ વેજીટેબલ્સ (ગાજર, ફણસી, કેપ્સીકમ)
* 1/2 ટી. સ્પુન આદુ, મરચા, લસણની પેસ્ટ, મીઠું
* 1 શેસે. ઈનો (સીમ્પલ) પાણી જરૂર મુજબ
: રીત :
(1) સૌ પ્રથમ એક બાઉલમાં રવો, વેજીટેબલ્સ દહી, ચીલી સોસ, સોયાસોસ, મીઠું, આદુ - મરચાની પેસ્ટ લઈ હાંડવા જેવું ખીરુ તૈયાર કરવું (જરૂર લાગે તો પાણી એડ કરવું)
(2) ત્યારબાદ ઈનો એડ કરી સરખુ મિક્સ કરી, મફિન્સ મોલ્ડમાં ભરવું. હાઈ પાવર પર 10 મિનિટ માટે માઈક્રો કરવું અથવા 180ં પર 10થી 10 મિનિટ ઓવનમાં બેક કરવું. ગરમા ગરમ સર્વ કરવા.
: વેરીએશન :
(1) આ મફિન્સના બેટરમાં કેપ્સીકમ, કોર્ન ઓનિયર અને મેકિસીકન સીઝનીંગ તથા ચીઝ એડ કરી મેકિસકન ફલેવર આપી શકાય. આ સીવાય પીઝા સોસ, પીઝા સીઝનીંગ એડ કરી ઈટાલીયન પીઝા ફલેવર આપી શકાય.
(2) જૈન મફિન્સ બનાવવા માટે લસણ - ડુંગળીની જગ્યાએ આદુ-મરચાની પેસ્ટ લઈ શકાય.
(3) ઓવર - માઈક્રોવેવના હોય તો ઢોકરિયામાં સ્ટીમ પણ કરી શકાય. - હેતલ માંડવીયા -