દેખાવમાં આકર્ષક, સ્વાદમાં ખટમીઠાં અને સ્વાસ્થ્ય ગુણકારી લાલચટ્ટક પ્લમ્સ

જ્યુસ,આઈસ્ક્રીમ,શરબત,જામ વગેરે પ્લમ્સમાંથી બનાવી શકાય છે પણ ફ્રેશ ખાવાની મઝા અને ફાયદા બંને છે અનેક ગુણો ધરાવતા પ્લમ્સ અનેક રોગોમાં પણ ફાયદાકારક છે  દરેક સીઝનમાં જુદા જુદા ફ્રૂટ્સ બજારમાં જોવા મળે છે જે તે સીઝનમાં આવતા ફ્રૂટ્સ આપણા શરીર માટે ઉપયોગી શા માટે ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે તેથી તેનું સેવન કરવું બહુજ જરૂરી બન્યું છે.ડોક્ટરો પણ કોઈ ફ્રૂટ્સ દરરોજ ખાવાનું સૂચન કરે છે.અત્યારે ભીના વરસાદી મૌસમમાં મીઠા લાલ રંગના પ્લમ્સ બજારમાં જોવા મળે છે જેને ઘણા રાસબરી પણ કહે છે જેમ દેખાવમાં આકર્ષક છે તેમ પ્લમ્સ સ્વાદ અને પોશાક તત્વમાં પણ શ્રેષ્ઠ છે.
પ્લમ્સમાં વિટામિન અ,વિટામિન ઇ, વિટામિન ઇ6, વિટામિન ઊ તેમજ ફાઈબર આર્યન, કેલ્શિયમ, ઝીંક, તત્વો રહેલા છે તેથી તે અનેક રોગોમાં અને શરીરને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે.
* પ્લમ્સમાં ફાઈબર હોવાને કારણે તે પાચન ક્ષમતા સુધારવા સાથે કબજિયાતની તકલીફ દૂર કરે છે.ઉપરાંત ફાઈબર હોવાથી કોલેસ્ટ્રોલ પર પણ નિયંત્રણ રાખે છે તેમજ લીવરની બીમારી પણ દૂર થાય છે.
* એન્ટી ઓક્સીડંટ સાથે વિટામિન ઈ થી ભરપૂર છે તેથી તવચાને ચમકવાની સાથે સાથે રિંકલ ઓછી કરે છે તેમજ ડાર્ક સ્પોટ્સમાં પણ ફાયદો થાય છે.
* પ્લમ્સમાં રહેલા બાયો એક્ટિવ તત્વો વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે તેમજ
તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ
વધે છે.
* કેન્સર અને હૃદયરોગને રોકવામાં પણ પ્લમ્સ મદદરૂપ થાય છે વિટામિન અ અને પોટેશિયમના તત્વો શરીરને સ્વસ્થ રાખે છે.
* કેલ્શિયનને કારણે પ્લમ્સનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે જેથી ખાસ કરીને મહિલાઓને સાંધાના દુખાવા કે હાડકાની તકલીફ થાય છે તે દૂર થાય છે.
* તે ડાયાબિટીસ પણ નિયંત્રિત કરે છે અને સુગર લેવલ બેલેન્સ રાખવામાં મદદરૂપ થાય છે.
આમ અનેક રોગમાં ઈલાજમાં પ્લમ્સનું સેવન ફાયદાકારક છે છે તે દેખાવમાં લાલચટક મીઠા હોવાથી તેનું જ્યુસ આઈસ્ક્રીમ શરબત કે જામ વગેરે બનાવી શકાય છે, જે બાળકો પણ હોંશે હોંશે ખાય છે.
ક્યારેક છાલ ખાટી હોઈ છે પણ તે ટેસ્ટી લાગે છે તેમાંથી નીકળતા બીને તોડવાથી અંદરથી બદામનું બી નીકળે છે તે પણ ટેસ્ટી અને હેલ્થ માટે શ્રેષ્ઠ ગણાય છે ઘણા લોકો સૂકવીને
પણ ઉપયોગમાં લે છે પરંતુ જયારે બજારમાં તાજા તાજા મળતા હોય ત્યારે સૂકવવાની જરૂર ?