વરસાદી ભીની મૌસમમાં સ્કીનને રાખો ફ્રેશ અને શાઈની । બરસો રે મેઘા...

વરસાદનાં પાણીમાં વાતાવરણનું પોલ્યુશન ભળે છે જેથી સ્કીનની ‘એકસ્ટ્રા કેર’
જરૂરી છે યોગ્ય ક્લીન્ઝીંગ ટોનિંગ અને  મોઈશ્ર્ચરાઈસીંગથી ત્વચાના અનેક પ્રોબ્લેમ નિવારી શકાય છે સામાન્ય રીતે દરેક સ્ત્રી પોતાના દેખાવ વિશે કાળજી લેતી હોય છે. રૂટિન સ્ક્રીન કેર કરતા હોય તેના કરતા મોન્સુનમાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે. કારણ કે વરસાદના પાણીમાં વાતાવરણનું પોલ્યુશન ભળી જાય છે વરસાદને કારણે હવામાં ભેજ હોય છે જેથી સ્કીનના પરસેવાનું બાષ્પીભવન થઇ શકતું નથી જેના કારણે હવામાં રજકણો ધુળ વગેરે ત્વચા પર ચોંટી જાય છે. તેથી સ્ક્રીનની કાળજી લેવી આવશ્યક છે આ માટે ચહેરાને કોઇ સારા હર્બલ ફેઈઝવોશ વડે દિવસમાં બે થી ત્રણ વખત ધોવો જોઇએ. ઉપરાંત હોમ રેમેડીઝ કરવી હોય તો કાચુ દુધ પણ વાપરી શકાય છે. પાણીના કારણે ડસ્ટ અને પોલ્યુશનનું લેયર આપણા ફેઈસ પર જમા થાય છે. તેથી ક્લીન્ઝીંગ કરવું જરૂરી બની જાય છે.
જેથી સ્કીન ઓઈલી રહતી હોય તેમણે ટોનર વાપરવું જોઇએ અને જો ડ્રાય સ્ક્રીન હોય તો ગુલાબજળ વાપરવું જોઇએ જેથી સ્કીન ટોન થઇ જશે જેના કારણે સ્કીક ઓઈલ ક્ધટ્રોલ થઇ જશે અને જો ડ્રાય હશે તો તેને મોઈશ્ર્ચર મળી જાય છે.
આ ઉપરાંત નરીશીંગમાં પણ ધ્યાન આપવું જોઇએ. સમય ન હોય તો ન્હોતી વખતે જ કોઇ ક્લીન્ઝીંગ લગાવીને પાંચ મિનિટનો સમય આપી દઇએ કે પછી કોઇ ઉબટન, માસ્ક કે પેક લગાવી લેવાથી સ્કીન મેઈન્ટેઈન રહે છે. સ્ક્રબીંગ પણ કરી શકાય છે. જેના બજારમાં મળતા સ્ક્રબ સિવાય હોમ રેમેડીઝના મસુરની દાળના પાવડર, ચોખાનો લોટ અથવા મિલ્ક પાવડર લઇ શકાય. સ્ક્રબ કર્યા પછી પણ કોઇ પેક લાગી શકાય. જેના કારણે સ્કીન મેઈન્ટેન રહે, શાઈન કરે અને ગ્લો કરે. આ ઉપરાંત રૂટિન પાર્લરમાં જે ટ્રીટમેન્ટ કરાવતા હો તેમાં પણ મોન્સુનને ધ્યાનમાં લઇને પ્રોડક્ટનો ઉપયોગ કરવો. યંગસ્ટર્સની સ્કીન ઓઇલી વધુ રહેવાની તેમજ ફોર્ટીપ્લસ પછી સ્કીન ડ્રાય હોય છે. તો પોતાની સ્કીનને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ કરવી.
આમ નાની પણ મહત્વની વાતોનું ધ્યાન રાખીને સ્કીનને ચમકતી અને સુંદર રાખી શકાય છે.
- સોનુ બગડાઈ (રીનીઝ બ્યુટી પાર્લર)