એક હતું ઘર

"હવે ઘર વહેંચી નાખવું છે. આમ પણ આ ઘર સાથેની છેલ્લી યાદ બહુ કડવી છે.. ને એ યાદ કરીને મગજ વધારે બગડે એ કરતાં બને એટલું વહેલું આ ઘર વહેંચી નાખીએ.. ઋણિત અને રુણીકાએ નિર્ણય લઇ લીધો. બંને હવે તો વિદેશ વસતાં. આ ઘરમાં રહેનાર, તેને સાચવનાર હવે કોઈ નહોતું બચ્યું. મમી તો બંને સાવ નાના હતા ત્યારે મૃત્યુ પામ્યા હતાં. એ પછી પપ્પા જ બંને ભાઈ-બહેનોનો બધો આધાર બનીને રહેલાં. પરંતુ સાત વર્ષ પહેલા કંઇક એવું બની ગયું કે બંને ભાઈ-બહેને તેમના પિતાજી સાથે રીતસરના અબોલા લઇ લીધેલા. વિદેશમાં જ ભણવા ગયેલા ને ત્યાં જ બંને વસી ગયા.
આ ઘર ફક્ત મકાન નહોતું, તેના પપ્પાની મહેનત અને પરસેવાની કમાણી, અનેક કલાકારી અને કારીગરીનો બેજોડ નમુનો હતું આ ઘર! ચંદ્રવદનભાઈ કસ્ટમ ખાતાના ઓફિસર હતા. બદલી થતી રહે એટલે ઘર લેવાની તેમને ઉતાવળ નહોતી. પણ એક દિવસ અચાનક જ આ દરિયા નજીકની જમીન લઇ, તેના પર મકાન ચણીને બંને બાળકોને શહેરથી બતાવવા લઇ આવેલા. ત્યારે એ બંને પંદર વર્ષના હતા. વડોદરામાં ત્યારે ચંદ્રવદનભાઈની ડ્યુટી હતી. પાંચસો વારમાં પથરાયેલા આ ઘરમાં આંગણામાં બહુ મોટો બગીચો હતો. બગીચામાં જાતજાતના છોડ લાવીને ચંદ્રવદનભાઈએ વાવ્યા હતા. નાની એવી લીલી પગથી પસાર કરતા જ ઘરના મુખ્ય દરવાજે પહોચાય. આખા ઘરમાં ફક્ત સફેદ જ રંગ કરેલો. હોલમાં બધું જ ફર્નીચર વાંસનું હતું.. એ પછી રસોડામાં પણ ગેસ નહિ ને છાણા ગોઠવેલા. ઉપર જતા જ ત્રણ મોટા રૂમ હતા. એક ચંદ્રવદનભાઈનો, એક ઋણિતનો અને એક રુણીકાનો... એ બધા રૂમમાં પણ સાવ ઓછું ફર્નીચર. વાંસના મોટા કબાટ, વાંસનો જ પલંગ અને નેતરની ખુરશી ને ટેબલ. એના ઉપરના માળે એક વધારાનો રૂમ ને સૌથી ઉપર અગાશી હતી. અગાશીમાં બે હીંચકા અને બહુ બધા છોડના કુંડા મુકેલા..
ચંદ્રવદનભાઈ હમેશા તેમના છોકરાઓને કહેતા, કે રીટાયરમેન્ટ પછી તેઓ અહી આવીને વસી જશે. ચેતના એટલે કે તેમની પત્નીની યાદમાં જ જીવન પસાર થઇ જશે.. નવા નવા છોડ વાવીને તેઓ પ્રવૃત્તિમય પણ રહી શકશે..
બંને છોકરાઓ તેમની આ વાત પર હસતા અને કહેતા,
"પપ્પા, તમને અમે ફોરેન જ લઇ જવાના છીએ.. જોજો ને..
ને ચંદ્રવદનભાઈ આ વાતને હસી નાખતા. ઋણિત અને રુણીકા બંને જોડકા ભાઈબહેન હતા. અઢાર વર્ષના થતાં જ સ્ટડી વિઝા લઈને કેનેડા ભણવા ચાલ્યા ગયેલાં. ને ચંદ્રવદનભાઈ અહી સાવ એકલા. પોતાની નોકરીમાંથી તેમણે અર્લી રીટાયરમેન્ટ લઇ લીધું અને પોતે બનાવેલા આ ઘરે રહેવા આવી ગયા..
માલવણનો આ દરિયા કિનારો તેમના જીવન સાથે અનેક રીતે જોડાયેલો હતો. બાળપણમાં મુંબઈથી પરિવાર સાથે ફરવા તેઓ અહી આવતાં.. શરૂઆતમાં બે વખત આવ્યા બાદ દર ઉનાળુ વેકેશને આ દરિયે આવવાનું તેમને ઘેલું લાગી ગયેલું. અર્લી રીટાયરમેન્ટ લીધા બાદ તેઓ જયારે ફરી અહીં હમેશ માટે આવ્યા ત્યારે તેમના મનમાં ઊંડે ઊંડે બાળપણના એ દિવસો ફરી જીવવાની આશા હતી..
લગભગ સાત વર્ષ થયા આ વાતને.. પોતાનું ભણવાનું પૂરું કરીને બંને બાળકો પહેલી વખત ઇન્ડિયા પાછા આવી રહ્યા હતા.. ચંદ્રવદનભાઈએ સીધા જ માલવણના આ ઘરે એમને બોલાવેલા.
ટેક્સી ઘરના દરવાજે પહોચી ને બંને બાળકો સામાન લઈને તેમાંથી ઉતર્યા.. બહારનો ગેટ ખુલ્લો હતો પણ અંદરના દરવાજાને તાળું હતું.. બંને બહારનો દરવાજો ખોલીને અંદર ગયા.. ચંદ્રવદનભાઈએ સજાવેલા બગીચાને બસ જોઈ રહ્યા.. રુણીકાની આંખમાં તેની માંની યાદમાં જ આંસુ આવી ગયા.. આખા વરંડામાં તે લટાર મારી અવી. પાછળની તરફ પહોંચતા જ તેણે જોયું તો એક સ્ત્રીની સાડી અને નાના બાળકના કપડા સુકાતા હતા.. તેને આ જોઇને નવાઈ લાગી અને તરત જ ઋણિતને બોલાવ્યો,
"પપ્પાએ નક્કી બીજા લગ્ન કરી લીધા છે ઋણી, આપણને કહ્યા વગર. અને એમનું નાનું બાળક પણ છે.
બંને ભાઈ-બહેન આવો વિચાર મમળાવતા રહ્યા. રુણીકા તો રીતસર આઘાતમાં જ સરી પડેલી. લગભગ અડધી કલાક થઇ ત્યાં ચંદ્રવદનભાઈ આવ્યાં.. સાથે કોઈ સ્ત્રી પણ હતી.. તેમની માંની ઉમરની જ હશે.. એ સ્ત્રીને હાથ પકડીને ચંદ્રવદનભાઈ અંદર લાવ્યા એ જોઈ બંને ભાઈ-બહેનનું લોહી ઉકળી ગયું..
"ડેડ.. આ શું આ ઉમરે આવા ખેલ માંડ્યા છે? તમને શરમ નથી આવતી?
ઋણિત બોલી ઉઠ્યો..
બગીચાના અડધે
રસ્તે પહોચેલા ચંદ્રવદનભાઈને આ સાંભળી શું બોલવું તે ના સુજ્યું. પેલી સ્ત્રી પણ હેબતાઈ ગઈ..
"ડેડી.. કેટલો સમય થયો લગ્નને? અમને જાણ પણ ના કરી?
નારાજ રુણીકા બોલી..
અરે દીકરી મેં લગ્ન નથી કર્યા..
"હે?? એમનેમ રહો છો? હદ કહેવાય ડેડ..
ઋણિત અકળાઈને બોલ્યો.. અને પછી તરત જ પોતાની બેગ લઈને બહાર નીકળી ગયો..
"રુણીકા તું આવે છે?
રુણીકા અસમંજસમાં હતી..
તેણે કહ્યું,
"ભાઈ.. પહેલા વાત તો કરી લે ડેડી સાથે.. એમને ખુલાસો આપવાનો મોકો તો આપ..
"જો બહેન.. આપણે ફોરેન રહીએ એનો મતલબ એવો નથી ડેડી અહીં કઈપણ કરે એ આપણને મંજુર જ હશે..
ઋણિત બોલ્યો.. છતાય રુણીકા ના હલી એટલે તેણે ચંદ્રવદનભાઈને કહ્યું,
"સારું.. શું જવાબ છે આનો તમારી પાસે બોલો..
હજુ તો ચંદ્રવદનભાઈ કંઈ બોલવા જાય એ પહેલા જ દરવાજામાંથી એક છોકરો પાપા, પાપા કરતા દાખલ થયો અને ઋણિતનો મગજ ગયો..
ગુસ્સામાં ને ગુસ્સામાં તે ત્યાંથી બહાર નીકળી ગયો. રુણીકા પણ આ જોઇને તેની પાછળ ચાલી ગઈ...
એ પછી
તેમણે ક્યારેય ચંદ્રવદનભાઈ સાથે વાત ના કરી.. ચંદ્રવદનભાઈએ શરૂઆતમાં તેમની સાથે વાત કરવા બહુ વલખા માર્યા. પણ આખરે બધું નસીબ પર છોડી દઈ તેઓ શાંતિથી જીવવા લાગ્યા..
એ વાતને આજે સાત વર્ષ વીતી ગયેલા.. હમણાં દસ દિવસ પહેલા જ્યારે બંનેને ખબર મળી કે ચંદ્રવદનભાઈ ગંભીર છે અને ગમે ત્યારે મૃત્યુ પામી શકે છે.. ત્યારે એક છેલ્લી વખત તેમને જોવા તેઓ ઇન્ડિયા આવ્યાં હતા..
એમાય મોડા પડ્યા ને બે દિવસ પહેલા જ એમના અંતિમ સંસ્કાર થયા એ વાતની એમને અહીં પહોંચતા જાણ થઇ.. રુણીકાને આ સાંભળી અત્યંત રડવું આવ્યું.. આખરે ગમે તેમ તો પણ તેનો બાપ હતો એ.. બંને માલવણ પહોંચ્યા ને આજુબાજુ પૂછપરછ કરી ત્યારે તેમને ખબર પડી કે એમની સાથે રહેતી સ્ત્રી તો છેલ્લા ત્રણ વર્ષથી બીજે રહેવા ચાલી ગઈ છે.. અહીંથી થોડે દુર એક નાના ઘરમાં.. બંનેને આ વાતની નવાઈ લાગી..
"તો ઋણિત, હવે વહેંચી જ નાખવું છે ને આ ઘર?
રુણીકા તેને સંબોધીને બોલી..
ઋણિત ઘરના ખૂણે ખૂણે ફરી વળ્યો.. જયારે ભારત રહેતા ત્યારે વેકેશનમાં ઘણી વખત પપ્પા સાથે અહીં આવતા.. બંનેનો અલાયદો ઓરડો હતો.. ઋણિત એ ઓરડામાં ગયો.. એવો જ વ્યવસ્થિત હતો..
"રુણીકા, મને તો હતું આ ઓરડો પપ્પાએ પેલા નાના છોકરાને આપી દીધો હશે.. પણ આ તો એવો ને એવો જ છે.. આપણે વર્ષો પહેલા વેકેશનમાં અહીં આવ્યા ત્યારે હતો એવો જ..
બંને આખા ઘરમાં ફરી વળ્યા.. બધા ડોક્યુમેન્ટ્સ
તો તેમને ચંદ્રવદનભાઈના વકીલે શહેરમાં મળ્યા ત્યારે જ આપી દીધેલા.. એ ઘરને તાળું મારીને જેવા બંને ત્યાંથી નીકળ્યા કે સામે પેલી સ્ત્રી મળી.. એ તરત જ એમને જોઇને ચાલતી ચાલતી એ બાજુ આવી અને ઘરનો બહારનો દરવાજો ખોલીને બગીચામાં જઈને બેઠીને બોલી,
"અહીં આવો. બેસો છોકરાઓ.. એક વાત કહેવી છે..
ઋણિત અને રુણીકાને આ સાંભળીને નવાઈ લાગી.. ઋણિત તો એની સાથે વાત જ નહોતો કરવા માગતો.. એટલે મોઢું ઊંધું કરીને જવા લાગ્યો કે એ સ્ત્રી બોલી,
"ભાઈ.. તારા પપ્પા અને મારી વચ્ચે કંઈ નહોતું..
આ સાંભળીને એ જ્યાં હતો ત્યાં ઉભો રહી ગયો..
"દીકરા બેસ અહી..
મારું નામ સાધના છે.. હું ને ચંદ્રવદન અહીં બાળપણમાં સાથે રમેલા.. હા, ત્યારે હતું કંઇક અમારી વચ્ચે.. પણ દર વેકેશને જ અહીં આવતા ચંદ્રવદનને એક વેકેશનમાં ના આવ્યા ને એ જ વર્ષે મારા બાપુએ મને પરણાવી દીધી..
પછી તો વર્ષો વિતતા ગયા.. મને બાળક નહોતું થતું.. બધા મને વાંઝણી કહીને મહેણું મારતા.. મારો વર રોજ માર મારતો.. હું બધું સહન કર્યે જતી.. પંદર વર્ષ એમ જ પસાર થઇ ગયાં..
એક દિવસ હું કિનારેથી પાછી ઘર તરફ જતી હતી કે રસ્તામાં મારા પર બળાત્કાર થયો.. ને એના પરિણામે મને ગર્ભ રહ્યો.. એ વખતે મને ખબર પડી કે ખોટ મારામાં નહિ પણ મારા વરમાં હતી.. પણ મેં એને આ વાતનો અંદાજ પણ ના આવવા દીધો.. બળાત્કાર થયેલો એ દિવસે હું નખાયેલી હાલતમાં ઘરે પહોચી હતી.. સીધી નાહીને ઓરડામાં ચાલી ગઈ. દારૂ પીધેલા મારા વરને તો કંઈ ખબર પણ નહોતી પડી.
મારા દીકરાના જનમના દસ દિવસ પહેલા જ મારો વર એક અકસ્માતમાં ગુજરી ગયો.. એક રીતે મને નિરાંત થઇ.. પણ પછી આ બાળકનો વિચાર આવતા હું ભયભીત થઇ ગઈ..
દસ દિવસ બાદ જયારે મારા દીકરાનો જનમ થયો ત્યારે મારી સાથે કોઈ નહોતું.. સાસરામાં કોઈ નહોતું.. ને સમાજમાં જે મને મહેણાં મારતા એ બધા ક્યાય ગાયબ થઇ ગયેલા..
હું બહુ પીડામાં હતી.. પાંચેક વર્ષ વીતી ગયેલા.. હું મારા દીકરાને કહેતી કે એના પપ્પા બહારગામ ગયા છે. બહુ તો એ ના સમજે પણ એને વધુ સવાલ ના થાય એટલે આવું કહેતી.. અહી આ કિનારે મને રોજ આવવાની આદત હતી.. એ દિવસે મેં કિનારે બનેલા આ ઘરનો દરવાજો ઉઘાડો જોયો.. કુતુહલવશ અંદર ગઈ ને જોયું તો ચંદ્રવદન હતા.. બગીચાના છોડને પાણી પાઈ રહેલા ચંદ્રને હું તરત ઓળખી ગઈ.. એ પણ મને ઓળખી ગયા.. મેં એમને મારી કથની કહી.. મારી દયા ખાઈને તેમણે મને તેમના ઘરની સંભાળ રાખવાનું કામ રહેવા એક ઓરડો આપ્યો..
મારા દીકરાએ એને જોઇને પહેલી વાર મને પૂછેલું કે "આ પપ્પા છે? ત્યાં હાજર ચંદ્રવદને તેના નિર્દોષ સવાલનો જવાબ આપીને,
તેને ખુશ કરવા "હા કહી દીધી.. ને એટલે જ એ ચંદ્રવદનને પપ્પા કહેતો.. અમે લગ્ન નહોતા જ કર્યા પણ બીજું કંઈ પણ નહોતું જ અમારી વચ્ચે દીકરા..
ઋણિતની આંખમાં આંસુ આવી ગયેલા.. તેના પપ્પાને સાત સાત વર્ષ સુધી તેણે કેવી સજા આપી અને આજે જયારે સાચી વાતની ખબર પડી ત્યારે એ તેમની વચ્ચે નહોતા.. રુણીકા પણ રડી રહી હતી..
ઋણિત અચાનક ઉભો થઈને એ ઘરમાં ગયો ને જાણે તેના પપ્પાની હાજરી ત્યાં હોય તેવું મહેસુસ કરવા લાગ્યો..
તેમના ઓરડામાં જઈને, કબાટ ખોલીને દરેક વસ્તુઓને અડકવા લાગ્યો.. કેમ જાણે એ વસ્તુઓમાં તેના પપ્પાને શોધીને માફી માંગતો હોય!
આખરે એ ઘરને વેંચવાનો વિચાર મગજમાંથી કાઢીને, સાધનાબહેનને સોંપીને તે કેનેડા પાછો ફરી ગયો..
મનમાં અફસોસ, પિતાના મૃત્યુની પીડા અને એ ઘરની યાદ લઈને.! ચંદ્રવદનભાઈ હમેશા તેમના છોકરાઓને કહેતા, કે રીટાયરમેન્ટ પછી તેઓ અહી આવીને વસી જશે. ચેતના
એટલે કે તેમની પત્નીની
યાદમાં જ જીવન પસાર થઇ જશે.. નવા નવા છોડ વાવીને તેઓ પ્રવૃત્તિમય પણ રહી શકશે ઋણિતની આંખમાં આંસુ આવી ગયેલા.. તેના પપ્પાને સાત સાત વર્ષ સુધી તેણે કેવી સજા આપી અને આજે જયારે સાચી વાતની ખબર પડી ત્યારે
એ તેમની વચ્ચે નહોતા.. રુણીકા પણ રડી રહી હતી માલવણનો આ દરિયા કિનારો તેમના જીવન સાથે અનેક રીતે જોડાયેલો
હતો. બાળપણમાં મુંબઈથી પરિવાર સાથે ફરવા તેઓ અહી આવતાં, શરૂઆતમાં
બે વખત આવ્યા બાદ દર ઉનાળુ વેકેશને આ દરિયે આવવાનું તેમને ઘેલું લાગી ગયેલું. અર્લી રીટાયરમેન્ટ લીધા બાદ તેઓ જયારે ફરી અહીં હમેશ માટે આવ્યા ત્યારે તેમના મનમાં ઊંડે ઊંડે બાળપણના એ દિવસો ફરી જીવવાની આશા હતી વાર્તા આયુષી સેલાણી