વીર વીરાનો પર્યાવરણ પ્રેમ

વીર વીરાએ પોતાની વેકેશનની જંગલની ટ્રીપ વિશે વાત કરી તો બધાએ તેમને તાળીઓથી વધાવી બિરદાવ્યા જંગલને સુમસામ જોતા વીર વીરા અને દોસ્તો મુંઝાયા બીજે દિવસે ગામમાં જતા બધી જ પરિસ્થિતિ સમજાઇ અને તેનો ઉપાય પણ બધાએ વિચારી લીધો રાજગઢ ગામમાં સૂર્યોદયનો સમય છે. પંખીઓ ટહુકે છે અને લીલાછમ વાતાવરણમાં નાના ટબુકડાઓ સ્કૂલ બેગ લઇ ખુશ થતા થતા શાળા તરફ જઇ રહ્યા છે. સામાન્ય રીતે વેકેશન ખુલે અને સ્કૂલે જવાનું બાળકોને ગમતુ નથી પરંતુ અહીં વાતાવરણ જુદુ છે. બધાને નવુ નવુ શિખવાનું, ભણવાનુને શિક્ષકો તથા મિત્રોને મળવાનું ખુબ ગમે છે. એક અઠવાડિયા પહેલા જઇને શાળાને સજાવી દીધી હતી. બધાના હાથમાં ટીચરને આપવા માટે રોઝ હતું. વીર વીરા, કાલુ અને ભોલુ તથા ગોલુ વગેરે પણ શાળાએ જઇ રહ્યા છે. બધા પોતપોતાના કલાસમાં જાય છે. અને શિક્ષકને ગુલાબ આપે છે. અને પ્રાર્થના કરી પોતપોતાની જગ્યાએ બેસે છે શિક્ષકે પ્રથમ બધાને પોતપોતાની વેકેશનની પ્રવૃતિ વિશે પૂછ્યું. કોઇક મામાને ઘરે ગયુ હતુ તો કોઇ ક્યાંક ફરવા ગયું હતું કોઇક દાદા દાદીનાં ઘરે ગયા હતા.
બધાએ પોતપોતાની વાત કરી વીર વીરાનો ટર્ન આવતા તેણે પોતાની ટ્રીપની વાત કરી તો ટીચર અને સ્ટેડન્ટસે તેની વાત તાળીઓથી વધાવી લીધી.
વાત એમ હતી કે વીરાવીરા તેના દોસ્તો કાલુ, ગોલુ વગેરે તેમજ રેબીટ ફલફી બધાજ નજીકના ગામ પાસે રમણીય વાતાવરણમાં પીકનીક પર ગયા હતા. જંગલમાં એક સુંદર જગ્યા શોધી ગોલુએ ટેન્ટ લગાવ્યો. ફલકી તો આજુબાજુના બધા રસ્તા શોધી આવ્યો કાલુ નાસ્તો બનાવવા લાગી ગયો આમ સહુ કોઇ કાંઇને કાંઇ કામમાં લાગી ગયા આમ કરતા સાંજ પડી ગઇ બધા થોડી વાર રમીને સૂઇ ગયા ત્યાં તો જંગલમાંથી પ્રાણીઓના રડવાના અવાજ આવવા લાગ્યા બધાને કારણ સમજાયું નહીં બીજા દિવસે ઉઠ્યા નદી કિનારે ગયા તો નદી કિનારે બે માછીમાર જોયા. નદી કિનારો સૂમસામ લાગતો હતો પાછા ફરતા રસ્તામાં એક મૃત હરણ જોયું. અને રસ્તામાં ઝાડ પર કોઇ પંખી ન જોવા મળ્યુ કે નજીકની ઝાડીમાં કોઇ પ્રાણી કે પશુ જોવા ન મળ્યુ વીર વીરા વિચારે છે કે આ શું? કંઇક કરવું પડશે. બીજા દિવસે ગામમાં જાય છે અને બજારમાં જઇને જુવે છે તો બધુ જ સમજાઇ જાય છે. ત્યાં બજારમાં પશુની ચામડી વિવિધ અંગો માછલી બધું વેંચાતું હતુ અને આજુબાજુના લોકો મોટી કિંમત આપી લઇ જતા અને શહેરમાં વેંચી આવતા હતા. બધાને ખુબ
જ દુ:ખ થયું તેણે ગામના મુખિયાજીને સમજાવવા કોશિશ કરી પણ વ્યર્થ બીજા દિવસે વીર વીરા ગામના બાળકોને લઇ જંગલમાં આવ્યા અને પરિસ્થિતિથી વાકેફ કર્યા કે જંગલની દૂનિયા પ્રાણી પશુ પંખીની છે તે નાશ કરવાનો આપણને કોઇ હક નથી આમ જંગલમાં ફરતા રાત પડી ગઇ બાળકો માતા પિતાને કહ્યા વગર આવી ગયા હતા એટલે બધાના માતા પિતા બેબાકળા બની શોધવા આવ્યા ત્યાંજ બાળકોને જોતા રાહત થઇ. એટલે વીર વીરાએ સમજાવ્યું કે જોયુ તમે પણ તમારા બાળક વગર કેવા ભયભીત બની ગયા હતા. કેવા ડરી ગયા હતા? તો જંગલમાં તમે લોકો આ નિર્દોષ પશુ પ્રાણીને રોજ ડરાવો છો તો તેની હાલત શું થતી હશે? ગામ લોકોની આંખો ઉઘડી ગઇ અને કહ્યું કે માછલીને મારશો નહીં. અને બીજો કોઇ વ્યવસાય કરીને જીવન ગુજરાન કરશો આમ સંકલ્પ કરી બધા ચાલ્યા ગયા એક દિવસ હજુ જંગલમાં ડરમાં વીત્યો બીજો દિવસ પણ એમજ વીત્યો પણ શિકાર કે માછીમારો ન આવતા જંગલ પૂર્વવત ધબકતું થઇ ગયું પછી વીરવીરા બધા મિત્રો સાથે પાછા ફર્યા વેકેશનની આ મજા બીજા માટે ઉપયોગી સાબિત થઇ શિક્ષકો આ વાત સાંભળી તાળીઓથી તેમને બિરદાવ્યા અને બીજા વિદ્યાર્થીઓને પણ આમાંથી બોધ લેવાની શીખ આપી.
બોધ: ક્યારેય કુમળા ભોળા નિર્દોષ પશુપંખીને હેરાન કરવા જોઇએ નહીં દરેક જીવને આ પૃથ્વી પર જીવવાનો અધિકાર છે તેને પરેશાન કરવા કે મારવાનો આપણને કોઇ હક નથી એ પણ પ્રભુએ નિર્માણ કરેલી આ સૃષ્ટિનો એક
ભાગ છે.