પેપરમાંથી મનપસંદ રંગોના રોઝ ફ્લાવર બનાવી ફ્લાવર બુકે જાતેજ બનાવો

૧ A-4 સાઈઝનું પેપર લો અને તેના ચાર ફોલ્ડ કરો ૨ તેને ફરી આ રીતે એક વાર સીધા અને એક વાર ઉલ્ટા ફોલ્ડ કરી કટ કરી લો. ૩ કટ કરેલ પીસને આ રીતે શેપમાં ફરી કાપી લો. ૪બધા શેપમાં મીડલમાં સહેજ કાપો પાડી લો. ૫ એક સ્ટ્રો લઈ આ રીતે રાઉન્ડમાં ચીપકાવતા જાવ. ૬ કટ કરેલ એક ભાગમાં ફેવિકોલ લગાવી બંને આગળ પાછળ જોડી દો અને પેનની રિફિલ લઈ ઉપરના ભાગમાં ફોલ્ડ કરી છોડી દો. ૭ કાગળની એક પટ્ટી કાપી તેને ફોલ્ડ કરી વી શેપમાં કાપવાથી આ રીતે શેપ આવશે જેને રોઝની નીચેના ભાગમાં લગાવી દો. ૮ બીજી લાંબી પટ્ટી કાપી તેના પર ફેવિકોલ લગાવો. ૯ આ રીતે સ્ટ્રો પર લગાવી દો. ૧૦ એજ રીતે ગ્રીન રંગના પાન બનાવી લગાવી દો. ૧૧ આ રીતે મનગમતા કલરના પેપર લઈ રોઝ ફ્લાવર બનાવી ફ્લાવર બુકે જાતેજ બનાવો.