Kids Club

Hello  દોસ્તો
કેમ છો? મજામાંને
બધાનું વેકેશન ખુલી ગયું હશે અને બધા જ નિયમિત શાળાએ જવા લાગ્યા હશો અને નિયમિત અભ્યાસ, હોમવર્ક વગેરે કરવા લાગ્યા હશો. દોસ્તો તમને ખબર છે? આપણા બધાનું આ ફેવરિટ ‘ગુજરાત મિરરે’ એક વર્ષ પૂર્ણ કર્યુ છે. તો આ અવસરે નાનકડા ભકિતબેને મજાનું ડ્રોઇંગ કરીને મોકલ્યું છે તો સિદ્ધાર્થભાઇ દોશીએ પોતે વેકેશનમાં ક્રાફટના કલાસીસ કરી તેમાં બનાવેલ સરસ કૃતિઓ આપણને મોકલી છે. આ રીતે તમે બધા પણ કીડ્ઝ કલબમાં ભાગ લેતા રહેજો હો?
જોકસ, ઉખાણા, ડ્રોઇંગ ક્રાફ્ટ કે તમારી લખેલી કવિતા કાંઇ પણ મોકલી શકશો વોટ્સઅપ નં. 96626 88888 તો તમને ખબર જ છે, OK.....bye આવતા અંકે ફરી મળીશું...Keep Smiling::) ભક્તિ જોશી સિદ્ધાર્થ દોશી