વિશ્ર્વને ઘેલુ લગાડનાર ફિફા વર્લ્ડકપ

ફિફા વર્લ્ડકપની જાણી અજાણી રસપ્રદ વાતો 21મો વર્લ્ડકપ વાદ વિવાદ સાથે રસપ્રદ તબક્કામાં પહોંચ્યો છે
રશિયાના મોસ્કો સહિત 11 શહેરમાં 12 સ્થળે રમાશે: ગોલની હેટ્રિક રોનાલ્ડો ફેવરિટ ફીફા એટલે કે ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફુટબોલ એસોસીએશનના સદસ્યોની સીનીયર પુરૂષોની રાષ્ટ્રીય કક્ષાની ટીમો આ વિશ્ર્વકપમાં ભાગ લે છે. તેને ફીફા વર્લ્ડકપ, ફૂટબોલ વિશ્ર્વકપ કે સોકર વિશ્ર્વકપ તરીકે ઓળખાય છે.
1904માં ફીફાની સ્થાપના થયા બાદ આ સંસ્થાએ ઓલિમ્પીકના માળખાથી અલગ ફૂટબોલ સ્પર્ધા ગોઠવવાનો પ્રયાસ કર્યો. પ્રથમ સ્પર્ધામાં યુરોપના માત્ર ચાર રાષ્ટ્રોએ ભાગ લીધો હતો. ફિફા વર્લ્ડ કપ પ્રારંભ બાદ અનેક વિવાદોમાં સપડાયેલ રહ્યો છે.
સૌ પ્રથમ વાર રશિયામાં વર્લ્ડકપનું આયોજન થયું છે. આ 21મો ફૂટબોલ વર્લ્ડ કપ છે. જે તા.14 જૂનથી શરૂ થયેલ છે અને 15 જુલાઈ સુધી રમાશે. આ સ્પર્ધામાં કુલ 64 મેચો રમાશે અને જે રશિયાના મોસ્કો અને સોચી સહિત 11 શહેરોમાં 12 સ્થળે રમાશે. આ સ્પર્ધામાં 32 ટીમો ભાગ લઇ રહી છે. પહેલી વખત આ ટુર્નામેન્ટ યુરોપ અને એશિયા બન્ને ખંડમાં યોજાઈ રહી છે. આ સ્પર્ધામાં આઈસલેન્ડ ક્વોલિફાઈ થનાર દેશોના નામો છે બ્રાઝિલ પાંચ વખત જીત્યું છે જે છઠ્ઠી વખત જીતવા માટે મક્કમ છે.
ફીફા વર્લ્ડકપની આ રસપ્રદ વાતો તમે જાણો છો?
આઈસલેન્ડ અને પનામા પહેલી જ વખત આ સ્પર્ધામાં રમે છે
વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ ડ્રો કરનાર ટીમ છે ઈટાલી. જેણે 21 મેચો ડ્રો કરી છે.
સૌથી વધુ સ્કોરવાળી મેચ 1954માં ઓસ્ટ્રેલીયા અને સ્વિટઝરલેન્ડ વચ્ચે રમાઈ હતી જેમાં 7-5 થી ઓસ્ટ્રેલીયા જીત્યુ હતું.
યજમાન દેશની ટીમ વિજેતા થઇ હોય તેવું 1930માં જયારે પહેલીવાર વર્લ્ડકપ રમાઈ ત્યારે બન્યુ હતું. સ્પર્ધા ઉરૂગ્વેમાં રમાઈ હતી અને એજ સ્પર્ધામાં પણ વિજેતા થયું.
સૌથી વધારે 25 મેચ હારવાનો રેકોર્ડ મેક્સિકોના નામે છે.
બધા જ વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ જર્મનીના ક્લોઝના નામે છે તેણે કુલ 16 ગોલ કર્યા છે.
રશિયાનો સાલેન્કો એક જ મેચમાં સૌથી વધુ ગોલ કરવાનો વિક્રમ
ધરાવે છે 94ની સાલમાં તેણે પાંચ ગોલ કર્યા હતા.
15 જુલાઈએ ફાઈનલ મેચ મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં રમાશે જેની ક્ષમતા 81 હજાર દર્શકોને સમાવવાની છે.
ભારતના બેંગ્લુરૂનો 10 વર્ષનો ઋષિ તેજ અને તામિલનાડુથી નથાનિયા મેચ પહેલા બોલ લઇને મેદાનમાં ઉતરશે. ઋષિ ભારત દેશનો પહેલો બાળક છે જેને આ તક મળી છે વર્લ્ડકપમાં વિભિન્ન દેશના 64 સ્કૂલના બાળકોને આવી તક મળશે.
ફિફા વર્લ્ડકપમાં સ્પેન સામે ગોલની હેટ્રિક કરનાર સ્ટાર ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પ્રસિધ્ધ બની ગયો છે.
બ્રાઝિલ એક માત્ર એવો દેશ છે જે તમામ વર્લ્ડકપમાં ભાગ લઇ ચુક્યો છે અને સૌથી વધુ વખત એટલે કે પાંચ વખત વિજેતા બન્યો છે.